સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 28 ઑક્ટોબર 2024 (14:04 IST)

પગના ગોટલા ચઢી જાય તો રાત્રે કરો પિંડીઓની માલિશ, થાકથી મળશે આરામ અને આવશે સારી ઉંઘ

Leg Massage
Leg Massage
રાત્રે સૂતા પહેલાપિંડીઓનીની માલિશ કરવી એક સરળ અને પ્રભાવી ઉપાય છે. જે શરીર અને મન બંને માટે લાભકારી છે. વર્તમાન લાઈફસ્ટાઈલમાં  તનાવ અને થાકથી નિપટારા માટે આ એક શાનદાર ઉપાય છે.  આવો જાણી પિંડલીઓની માલિશ કરવાથી શુ શુ ફાયદા થાય છે. 
 
 શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો 
રાત્રે 5 થી 7 મિનિટ પિંડીઓની માલિશ કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.  આ માંસપેશીઓની જકડનને ઓછી કરવા અને માનસિક તનાવને ઓછો કરવામાં મદદ કરે છે. 
 
બ્લડ સર્કુલેશનમાં સુધાર 
પિંડલીઓની માલિશ કરવાથી બ્લડ સર્કુલેશન સારુ થાય છે. આ ત્વચા અને આંગળીઓના ઘર્ષણનુ કારણ હોય છે.  જેનાથી માંસ પેશીઓને ઓક્સીજન અને પોષક તત્વ  અધિક મળે છે. તેનાથી ડેમેજ મસલ્સને રિપેયર કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત યોગ્ય લોહી પરિભ્રમણથી શરીરના અંગો સુધી પોષક તત્વોની પહોંચ પણ વધે છે. જેનાથી સમગ્ર સ્વાસ્થ્યમાં સુધાર થાય છે. નિયમિત માલિશથી તમને તાજગી અને ઉર્જાનો અનુભવ થાય છે. જે તમારા દૈનિક જીવનને સક્રિય બનાવે છે. 
 
નસોને આરામ 
સાધારણ કુણા સરસવના તેલથી પિંડલીઓની માલિશ કરવાથી પગની નસોને આરમ મળે છે. તેનાથી રાત્રે પગમાં દુખાવો અને જકડન સતાવતી નથી. આ ઉપરાંત નિયમિત માલિશથી નસોમાં લોહીનો સંચાર વધે છે. જેનાથી થાક અને તનાવ ઓછો થાય છે. આ પ્રક્રિયા નસોને મજબૂત બનાવવામાં મદદ કરે છે.  જેનાથી તમે વધુ સક્રિય અને ઉર્જાવાન અનુભવ કરો છો.  રાત્રે પગમાં ખેંચાવ અનુભવ થવા પર એ ભાગની માલિશ કરવાથી માંસપેશીઓ ઢીલી થાય છે.  જેનાથી રાહત મળે છે. માલિશથી લિમ્ફેટિક સિસ્ટમ ઉત્તેજીત થાય છે. જેનાથી લૈક્ટિક એસિડ અને અન્ય ટૉક્સિંસનુ નિર્માણ ઓછુ થાય છે.  આ માંસપેશીઓમાં થાક અને દુખાવાને ઓછુ કરે છે. 
 
માંસપેશીઓને તાકત મળે છે 
પિંડીઓની માલિશથી માંસપેશીઓને તાકત મળે છે અને તે ઢીલી થઈ જાય છે. જેનાથી વાગવાનુ ખતરો ઓછો થાય છે. આ ઉપરાંત માલિશથી માંસપેશીઓની લવચિકતા વધે છે, જે કસરત દરમિયાન પ્રભાવ સુધારે છે. નિયમિત મસાજ સ્નાયુઓનો થાક ઘટાડે છે અને તમને વધુ સક્રિય રહેવા દે છે, જે તમારી દિનચર્યામાં ઉર્જાનો સંચાર કરે છે.
 
હાડકાની મજબૂતી 
પિંડીઓની માલિશ હાડકાને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. જેનાથી તૂટવાનો ખતરો ઓછો થાય છે.  નિયમિત મસાજ રક્ત પરિભ્રમણને સુધારે છે, જે હાડકાંને જરૂરી પોષક તત્વો અને કેલ્શિયમ પહોંચાડવામાં મદદ કરે છે. પરિણામે, હાડકાં સ્વસ્થ અને મજબૂત બને છે, જેનાથી તમે વિવિધ પ્રવૃત્તિઓમાં સુરક્ષિત રહી શકો છો.
 
દિલના ધબકારા અને બ્લડ પ્રેશરમાં ઘટાડો
પિંડીઓની માલિશ હાર્ટ રેટને ઓછા કરવામાં અને બ્લડ પ્રેશરને નિયત્રિંત કરવામાં પણ સહાયક હોય છે.  આ લોહી પરિભ્રમણને સારુ બનાવીને દિલની ધડકનને સામાન્ય સ્તર પર લાવે છે. જેનાથી તનાવ અને ચિંતા ઓછી થાય છે. નિયમિત રૂપથી માલિશ કરવાથી  તમને એક સંતુલિત અને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરે છે, અને આ હ્રદય સ્વાસ્થ્ય માટે લાભકારી સાબિત થાય છે.  
 
માનસિક તનાવ ઘટવો 
રાત્રે સૂતા પહેલા પિંડલીઓની માલિશ કરવાથી માનસિક તનાવ અને એંગ્જાયટી ઓછી થાય છે. જેનાથી સારી ઉંઘ આવે છે. પિંડલીઓની માલિશથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. જેનથી શરીરની રોગો સામે લડવાની ક્ષમતા વધે છે. 
 
પિંડલીઓની માલિશ કરવાની રીત 
સૌથી પહેલા આરામદાયક સ્થાન પર બેસી જાવ. કુણા સરસવનુ  તેલ લો અને થોડી માત્રામાં તમારા હાથ પર લગાવો. ધીરે ધીરે પિંડલીઓની માલિશ કરો. ધ્યાન રાખો કે દબાણ સાધારણ હોય. 
 
દરેક પિંડી માટે લગભગ 3-5 મિનિટનો સમય આપો. માલિશ પછી થોડો સમય આરામ કરો અને સૂતા પહેલા ખુદને શાંત કરો. 

રાત્રે સૂતા પહેલા તમારા ગોટલાઓની માલિશ કરવી એ એક સરળ ઉપાય છે, જે તમારા સ્વાસ્થ્યને સુધારી શકે છે. તે માત્ર થાક અને તણાવ જ નથી ઘટાડતુ પણ તમારી ઊંઘ અને રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. તો આજથી જ આ આદત અપનાવો અને અનુભવો તેના ફાયદા