Liver care tips : લીવરને તંદુરસ્ત રાખવા માટે આજે જ છોડી દો આ કામ
19 એપ્રિલના રોજ વર્લ્ડ લીવર ડે ઉજવવામાં આવે છે. લીવર આપણા શરીરનો મહત્વનો ભાગ છે. લીવર એક એવુ અંગ છે જે આખા શરીરને બાંધીને રાખે છે. લીવર શરીરમાં લોહી સાફ કરીને ઝેરીલા પદાર્થને બહાર કાઢે છે. એટલુ જ નહી આ પાચન તંત્ર માટે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે લીવર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. ખોટી ટેવને કારણે અનેક લીવર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો એક વાર લીવર ખરાબ થઈ જાય તો લીવર ટ્રાંસપ્લાટ કરાવવુ પડે છે. આજે લીવર વિશે કેટલીક વાતો બતાવીશુ જે બધાને ખબર હોવી ખૂબ જરૂરી છે.
લીવર ખરાબ થવાનું લક્ષણ
- મોઢાની દુર્ગંધ
- પાચન તંત્રમાં ખરાબી
- સ્કિન પર સફેદ દાગ
- પેટનો સોજો
- આંખોમાં પીળાપન
- આંખોની નીચે કાળા કુંડાળા
- પાચન તંત્રમાં ખરાબી
- સ્કિન પર સફેદ ધબ્બા
-
લીવર ખરાબ થવાનુ કારણ
- વધુ દારૂનુ સેવન કરવુ
- ધૂમ્રપાન
- ખોટુ ખાનપાન
- વધુ કોલેસ્ટ્રોલવાળા આહારનુ સેવન કરવુ
લીવરને આ રીતે રાખો તંદુરસ્ત
લીવરન ઠીક રાખવા માટે તમારી લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરો. તમારા વજનને કંટ્રોલમાં રાખો. દારૂનુ સેવન ન કરો. આ ઉપરાંત રોજ વ્યાયામ કરો. જો તમને લીવરની કોઈ પરેશાની અનુભવી રહ્યા છો તો તરત ડોક્ટર પાસે જાવ.
વધુ સમય સુધી બેસવાથી લીવર ખરાબ થઈ શકે છે
જાડાપણુ અને ડાયાબીટિસના શિકાર લોકોને સતત બેસવાથી ફૈટી લીવર થવાના ચાંસ વધી જાય છે. આવામાં આ લોકોએ સતત બેસવુ ન જોઈએ. કામ કરવા દરમિયાન એકાદ કલાક બેસીને થોડા મિનિટો માટે ફરવુ જોઈએ. આ ઉપરાંત આ પ્રકારના લોકોને એક્સરસાઈઝ કરવુ ખૂબ જરૂરી છે. જાડાપણાનો શિકાર લોકો જો દારૂનુ સેવન પણ કરે છે તો તેમને લીવર કેંસર થઈ શકે છે.