1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated: શુક્રવાર, 13 જુલાઈ 2018 (16:19 IST)

Monsoon Alert: રોડ કિનારે ઉભી રહેતી લારી પરથી મકાઈ ખાતા પહેલા ચેતજો

સ્વીટ કોર્ન મતલબ મકાઈ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે. ચોમાસાની ઋતુમાં મોટાભાગે લોકો રસ્તા કિનારે વેચાનારી મકાઈ ખાય  છે પણ શુ તમે જાણો છો કે આ તમારા આરોગ્ય માટે કેટલી ખતરનાક હોય છે. ભલે રસ્તા કિનારે મળનારા સેકેલા મકાઈની સુગંધ તમને તમારી તરફ આકર્ષિત કરે પણ આરોગ્યના હિસાબથી તેનુ સેવન ન કરવુ જોઈએ. આજે અમે તમને આવા 5 કારણ બતાવવા જઈ રહ્યા છીએ જેના કારણે તમારે માર્ગ કિનારે મળનારી મકાઈ ન ખાવી જોઈએ. 
 
રસ્તામાં મળતી મકાઈ ખાવાના નુકશાન 
 
1. રસ્તા કિનારે ઉભેલી લારીની મકાઈ પર માખીઓ ભણભણે છે. જેના કારણે મકાઈમાં અનેક બેક્ટેરિયા અને રોગાણુ રહી જાય છે. આવામાં તેનુ સેવન તમને ગંભીર બીમારીઓનો શિકાર બનાવી શકે છે. તેથી એ વિસ્તારમાંથી મકાઈ ન ખાવ. જ્યા ગંદકી ફેલાય હોય. 
 
2. માનસૂનમાં મકાઈ ખૂબ વેચાય છે. જેને કારણે મકાઈવાળા ખૂબ વધુ વ્યસ્ત રહે છે.  આ કારણે તે મકાઈની સાફ સફાઈ પર ધ્યાન આપતા નથી. આ ઉપરાંત મકાઈ સેંકવા માટે જે વાસણનો યૂઝ થાય છે તે કોલસાથી ઢંકાય જાય છે જે કે તમને કેંસરનો શિકાર બનાવી શકે છે. 
 
3. મકાઈવાળા પાસે હાથ ધોવા માટે જૂની પાણીની બોટલ હોય છે.  જે ગંદુ હોય છે. મોટાભાગના મકાઈવાળા પોતાના હાથ માટી કે પાણીથી સ્વચ્છ કરે છે. જે ખતરનાક હોય છે.  તેમા અનેક સૂક્ષ્મજીવ હોય છે.  જો કે મકાઈ દ્વારા આપણા શરીરમાં જઈને તમને બીમાર બનાવે છે. 
 
4. લીંબૂનો રસ અને મસાલો તેના ટેસ્ટને વધારી દે છે પણ મકાઈવાળા પાસે આ વસ્તુઓ ઘણા સમય સુધી પડી રહે  છે. પૈસા બચાવવા માટે મોટાભાગના લોકો તમને ખોટો મસાલો અને લીંબૂનો રસ નિચોડીને આપી દે છે જે બીમારીઓનુ કારણ બને છે. 
 
5. મકાઈ આખો દિવસ ખુલી હવામાં મુકી રાખે છે અને બધા પ્રકારના વાયુ પ્રદૂષકના સંપર્કમાં આવે છે. આ કણ મકાઈ સાથે આપણા શરીરમાં જઈને તમને બીમાર કરી દે છે. તેથી આ ઋતુમાં બીમારીથી બચવા માટે રસ્તા કિનારે મળતી મકાઈ ખાવાનુ એવોઈડ કરો.