રવિવાર, 13 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 24 માર્ચ 2022 (23:08 IST)

Summer Health Tips - આ 5 વસ્તુઓ જે ઉનાળામાં રોજ ખાવી જોઈએ.

ઉનાળો આવી ગયો છે. આ મોસમમાં ખાનપાનનુ ધ્યાન રાખવાની  જરૂર છે. જો ખોરાક સારો ન હોય તો, પછી ઘણા રોગો થઈ શકે છે.આવી સ્થિતિમાં, મોસમી ફળ સિવાય, તમારે બીજી ઘણી વસ્તુઓ ખાવી જોઈએ. જેનાથી શરીરને  પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે.  
 
આ વસ્તુઓને ખાનપાનમાં કરો સામેલ 
 
- દરરોજ 7 થી 8 ગ્લાસ પાણી પીવો. આ તમારા શરીરની પાણીની જરૂરિયાતો  પૂર્ણ કરવા ઉપરાંત તમારી હિમોગ્લોબિન અને એમ્યુનિશન સિસ્ટમ પણ સારી રાખશે. 
 
- કાકડીમાં કુદરતી પ્રમાણમાં પાણી હોય છે. તે શરીરમાં પાણીના સ્તરને જાળવવામાં મદદરૂપ થઈ શકે છે. કાકડીમાં એક ખાસ પ્રકારનું એન્ઝાઇમ પણ હોય છે જે આંતરડાનું આરોગ્ય જાળવે છે. તે ત્વચાને પણ તંદુરસ્ત રાખે છે.
 
- તરબૂચમાં 92 ટકા પાણી હોય છે. આ ખાવાથી શરીરનું તાપમાન બરાબર રહે છે અને શરીર હાઈડ્રેટ રહે છે. સાથે જ તરબૂચમાં સી અને વિટામિન એ પણ હોય છે, જે આંખો અને ત્વચા માટે પણ ફાયદાકારક છે.
 
- ફળોનો રાજા કેરીની તો વાત જ કંઈક ઓર છે  જો તમે ઉનાળાની ઋતુમાં કેરી ન ખાધી તો શુ ખાધુ.  કેરીમાં એવા તત્વો હોય છે જે ત્વચાના રંગને શુદ્ધ કરે છે. કેરીમાં વિટામિન એ, સી અને ઇ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ કેરી ખાતા પહેલા તેને થોડા કલાક પાણીમાં રાખો પછી જ તે ખાવ
 
- ઉનાળામાં નાળિયેર પાણી સૌથી વધુ ફાયદાકારક છે. નાળિયેર પાણી શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તો ઉનાળામાં દરરોજ નાળિયેર પાણી પીવો.