બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 12 એપ્રિલ 2019 (12:32 IST)

પપૈયાને કોઈ પણ ખાટી વસ્તુ સાથે ન ખાવું, જાણો 8 ફાયદા અને નુકશાન

પપૈયા દરેક રોગમાં લાભકારી છે. એમાં 89 ટકા પાણી , પ્રોટીન , કાર્બોહાઈડ્રેડ , આયરન , વિટામિન એ , બી અને સી પ્રચુર માત્રામાં  હોય છે. આવો જાણે એના ઉપયોગ વિશે.. 
1. પપૈયાને કોઈ પણ મૌસમમાં દરરોજ 300 ગ્રામની માત્રામાં ખાઈ શકે છે. 
2. ગર્ભવતી મહિલાઓને પપૈયાથી પરહેજ કરવું જોઈએ. 
3. પપૈયાને દહી , નારંગી કે કોઈ પણ ખાટી વસ્તુ સાથે ન ખાવું નહી તો એસિડિટી થઈ શકે છે. દૂધ સાથે એના શેક બનાવીને પી શકો છો. 
4. પપૈયાને પચવામાં સમય લાગે છે આથી એને ડિનર પછી ઉંઘવાના અડધા કલાક પહેલા ખાઈ લેવું જોઈએ. 
5. પપૈયા સ્વાદમાં મીઠા હોય છે આથી જે એસિડિટીની પરેશાની નહી થવા દે છે. 
6. આ લીવર,કિડની અને આંતરડાની કાર્યપ્રણાલીને સુચારૂ રૂપથી ચલાવવાના કામ કરે છે . 
7. એમાં રહેલા પેપ્સિન પાચનતંત્રની ગડબડીને સુધારે છે. 
8. પપૈયા ત્વચા અને આંખોથી સંકળાયેલી સમસ્યાઓને દૂર કરે છે.