શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 16 ઑગસ્ટ 2018 (12:03 IST)

આ એક ફળના છે પાંચ ચમત્કારીક ફાયદા... હાર્ટ અટેક સહિત કેંસર પણ થઈ જશે છૂમંતર

વરસાદની ઋતુમાં અનેક રસદાર ફળ આવે છે. તેમાંથી કે ફળ છે નાસપતિ. મોટાભાગના લોકો નાશપતિ તો ખાય છે પણ તેના ફાયદા વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે.  નાશપતિમાં રહેલ ખનિજ તત્વ વિટામિન અને આર્ગેનિક કંપાઉડ સામગ્રી આપણે માટે એક ઔષધિની જેમ કામ કરે છે. 
 
નાશપતિમાં પોટેશિયમ, વિટામિન-C, વિટામિન -K, ફિનાલિક કંપાઉડ, ફોલેટ, આહાર ફાયબર, તાંબુ, મૈગનીઝ , મેગ્નેશિયમ સાથે બી-કૉમ્પ્લેક વિટામિંસ પણ સામેલ થાય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે. 
 
નાશપતિના ફાયદા.. 
 
1. પાચનમાં સહાયક - નાશપતિમાંથી આપણને 18% ફાયબર મળે છે જે આપણા પાચનમાં સહાયક હોય છે.
 
2. કેંસરમાં કારગર - નાશપતિમાં હાઈડ્રોઓક્સીનોમિક એસિડ અને ફાયબર હોય છે. જે પેટના કેંસરને રોકવામાં મદદ કરે છે. 
 
3. હ્રદય સંબંધી બીમારીઓમાં મદદગાર - નાશપતિમાં પોટેશિયમ હોય છે. જે આપણા શરીરના લોહીના પ્રવાહને વધારી દે છે. અને આપણા શરીરના અંદરના અંગોને ઓક્સીજન આપવાનુ કામ કરે છે. આ ઓક્સીજન હાર્ટએટેક આવવા દેતો નથી. 
 
4. ડાયાબિટિસ કરે કંટ્રોલ - નાશપતિમાં વિટામિન K જોવા મળે છે જે શુગરને નિયંત્રણમાં રાખે છે. તેથી શુગર પીડિતોએ તેનુ સેવન નિયમિત રૂપે કરવુ જોઈએ. 
 
5. શરીરમાં કમજોરી  કરે દૂર - નાશપતિમાં રહેલ મેગ્નેશિયમ, મૈગનીઝ, ફોસ્ફરસ, કેલ્શિયમ જેવા તત્વ પણ સામેલ હોય છે. જે આપણા શરીરની કમજોરીને દૂર કરે છે.