મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 9 મે 2021 (10:02 IST)

Post Corona Remedies- કોરોનાથી ઠીક થયા પછી શરીરમાં દુખાવો છે તો અજમાવો આ સરળ ઉપાય

ઘણા બધા દર્દી જે કે કોરોનાથી ઠીક થઈ ગયા છે. તે શરીરમાં નબળાઈ અને દુખાવાની સમસ્યાથી લાંબા સમયથી ઝઝૂમી રહ્યા છે. ઘણા બધા દર્દી એવા પણ છે જેને પ્રથમ લહેરમાં કોરોના થયો હતો પણ તે આજ 
સુધી પણ શરીરમાં થતા દુખાવાથી પરેશાન છે. તેથી જુદા-જુદા ઉપાય અજમાવવાની જગ્યા ઘરમાં રહેલ કેટલીક વસ્તુઓના ઉપયોગ કરીને જ આ સમસ્યાથી તમે જ્લદી જ રાહત મેળવી શકો છો. 
 
તજ- તજના ઉઓઅયોગથી શરીરનો દુખાવાને ઓછું કરી શકાય છે. તજનો તમે ભોજનમાં પ્રયોગ કરવાની સાથે જ એક ગ્લાસ ગર્મ પાણીમાં એક ચમચી વાટેલી તજ નાખો અને એક ચમચી મધ પણ મિક્સ કરો. 
 
હવે પાણીને ચમચીથી સારી રીતે મિક્સ કર્યા પછી તેનો સેવન કરો. રાત્રે સૂતા પહેલા તેનો સેવન કરવો લાભદાયક થશે. જો રાત્રે તમે દૂધનો સેવન કરો છો તો કોઈ બીજા સમયે પણ તેનો સેવન કરી શકો છો પણ 
 
યાદ રાખો કે દિવસમાં એક વાર જ તેનો સેવન કરવો છે. 
 
કાળી મરી 
કાળી મરી પણ તમારા શરીરમાં થઈ રહ્યા દુખાવાથી રાહત અપાવે છે. તેમાં કેપ્સૈસિન નામનો એક તત્વ હોય છે જે શરીરમાં લોહી-પ્રવાહને ઉત્તેજિત કરે છે અને પ્રાકૃતિક દુખાવા નિવારકના રૂપમાં કામ કરે છે. કાળી મરીને વાટી લો અને એક ચમચી પાઉડરને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી લો. હવે તેમા& એક ચમચી મધ પણ મિક્સ કરી લો. દિવસમાં એક વાર તેનો સેવન જરૂર કરો. જલ્દી જ તમારા શરીર દુખાવાથી રાહત મળશે. 
 
હળદર 
દુખાવાને દૂર ભગાવવા માટે હળદરનો ઉપયોગ વર્ષોથી કરાઈ રહ્યો છે. આ ઉપાય પ્રભાવશાળી છે. પોસ્ટ કોરોના લક્ષણના રૂપમાં જોએ શરીરમાં દુખાવા છે તો હળદરના ઉપાય અજમાવો. હળદરમાં એનાલ્જેસ્સિક ગુણ હોય છે કે શરીરના દુખાવાથી લડવામાં મદદ કરે છે. સૂતા પહેલા એક ચમચી હળદરને એક ગ્લાસ ગર્ન દૂધમાં મિક્સ કરી લો અને તેનો સેવન કરો. 
 
આદુ 
આદુ શરીરના દુખાવામાં રાહત અપાવવા માટે જરૂર ઉપયોગ કરો. આદુના એક નાના ટુકડાને પાણીમાં નાખો અને તેને 5-7 મિનિટ ઉકાળી લો. હવે આ પાણીમાં મધ મિક્સ કરી સેવન કરો. તેનો દિવસમાં બે થી ત્રણ વાર સેવન કરવાથી જલ્દી જ તમને દુખાવાથી રાહત મળશે.