પગમાં સોજો આવતા અપનાવો આ 6 ઉપાય  
                                       
                  
				  				   
				   
                  				  આપણે જોઈએ છીએ કે મોટાભાગે લોકોને પગમાં સોજા આવી જાય છે. જેને કારણે ખૂબ તકલીફ થાય છે. સોજો થવા પાછક  અનેક કારણ હોય છે.  જેવા કે અનેકવાર ઝડપથી ચાલતા પગ મચકાઈ જાય છે કે પછી કોઈ બીમારીના કારણે પણ આવુ થઈ શકે છે.  અનેકવાર ગર્ભાવસ્થામાં પણ આ પરેશાની થઈ જાય છે. પણ તેનાથી મુક્તિ મેળવવા માટે તમે આ કારગર ઉપાય અપનાવી શકો છો. 
				  
	1. સોજાવાળા સ્થાન પર સૌ પહેલા બરફ ઘસો.  પણ બરફ ડાયરેક્ટ સોજા પર ન ઘસવી. તે માટે એક કપડા પર બરફના ટુકડા બાંધી લો અને દુખાવા વાળા સ્થાન પર લગાવો. આવુ ઓછામાં ઓછુ 5 થી 10 મિનિટ સુધી કરો. 
				  										
							
																							
									  
	 
	2. જે પગ પર સોજો હોય તેને સૂતા કે પછી બેઠા બેઠા ઓશીંકા ઉપર રાખો. પગ ઉપર ઉઠાવવાથી સોજાવાળા સ્થાન પર લોહી જમા નહી થાય. તેમના પર ભાર પણ નહી પડે. જે કારણે સોજો ઓછો થવા માંડશે. 
				   
				  
	3. હળદર તમારા સોજા અને તેનાથી થનારા દુખાવાથી છુટકારો અપાવવામાં અસરદાર છે. આ માટે બે ચમચી હળદરમાં એક ચમચી નારિયળનુ તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને સોજાવાળા સ્થાન પર લગાવો. જ્યારે આ સૂકાય જાય ત્યારે તેને ગરમ પાણીથી ધોઈ લો. દરરોજ બે થી ત્રણવાર આવુ કરવાથી તમને દુખાવો અને સોજામાં રાહત મળશે.  આ એક ચમત્કારિક નુસ્ખો છે. 
				  
	 
	4. પગમાં સોજો આવતા તમે દિવસમાં બે વાર તેની દિવસમાં બે વાર તેની કુણા પાણીમાં સિંધાલૂણ નાખીને શેક કરો.  આ શેક  ઓછામાં ઓછા રોજ 20 મિનિટ માટે કરો.  પછી પગને હવા ન લાગે માટે ટોવેલમાં લપેટી લો.  જો સોજો પગ પર ન હોય અને શરીરના કોઈ બીજા અંગ પર છે તો પાણીમાં સેંધા લૂણ નાખીને નહાવાથી આરામ મળશે. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	5. સોજાવાળા સ્થાન પર કુણા તેલથી માલિશ કરવાથી પણ આરામ મળે છે.  પગનો કુણા પાણીથી સેક કર્યા પછી 10 મિનિટ માટે ટોવેલમાં લપીટી મુકો અને પછી સરસવ કે જૈતૂનના તેલથી માલિશ કરો. પણ માલિશ નરમ હાથથી જ કરો. ગરમ તેલની માલિશથી રક્ત સંચાર વધે છે. 
				  																		
											
									  
	 
	6.  મસાજ પછી તમે સોજાવાળા સ્થાન પર ગરમ પટ્ટી બાંધી લો. જો સોજો પગ પર છે તો પૂરો આરામ કરો.