મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 19 ડિસેમ્બર 2023 (11:15 IST)

Roasted Garlic- શેકેલા લસણ ખાવાના આ 5 અદ્ભુત ફાયદાઓ મળે છે, જેના વિશે તમે કદાચ જાણતા ન હોવ

Benefits Of Rosted Garlic :લસણ એક સ્વાદિષ્ટ શાક છે જેને ઘણી રીતે ખાઈ શકાય છે. તે કાચા, બાફેલા, તળેલા અથવા શેકેલા ખાવામાં આવે એવુ કહેવાય છે કે કોઈને કોઈ રૂપમાં લસણને તમારા ડાયેટમાં જરૂર સામેલ કરવા જોઈએ. પણ સવાર સવારે ખાલી પેટ લસણ ખાવાના અનેક ફાયદા થાય છે. આવો જાણીએ શુ છે એ ફાયદા 
 
શેકેલું લસણ એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે, તેથી તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, દરરોજ સવારે ખાલી પેટે શેકેલા લસણની 2-3 લવિંગ ખાવાથી રોગો સામે લડવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
 
હાઈ બીપીથી છુટકારો - લસણ ખાવાથી હાઈબીપીમાં આરામ મળે છે. ઉલ્લેખનીય છે કે લસણ બ્લડ સર્કુલેશનને કંટ્રોલ કરવામાં ખૂબ મદદરૂપ છે  હાઈબીપીની સમસ્યાનો સામનો કરી રહેલ લોકોને રોજ લસણ ખાવાની સલાહ આપવામાં આવે છે. 
 
પેટની બીમારીઓ કરે છૂમંતર - પેટ સાથે જોડાયેલ બીમારીઓ જેવી કે ડાયેરિયા અને કબજિયાતની રોકથામમાં લસણ ખૂબ જ ઉપયોગી છે. પાણી ઉકાળીને તેમા લસણની કળીઓ નાખી દો. ખાલી પેટ આ પાણીને પીવાથી ડાયેરિયા અને કબજિયાતથી આરામ મળશે. 
 
 દિલ રહેશે હેલ્ધી - લસણ દિલ સાથે સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે.  લસણ ખાવાથી લોહીની ગાઠો પડતી નથી અને હાર્ટ અટેક થવાનુ સંકટ ઓછુ થઈ જાય છે. 
 
શેકેલું લસણ ખાવાથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધે છે. એટલા માટે ઘણા ડોકટરો પણ જાતીય સમસ્યાઓના કિસ્સામાં લસણ ખાવાની સલાહ આપે છે.