ફોન કવરમાં પૈસા મુકો છો ? આ આદત તમને મોંઘી પડી શકે છે
money in phone case
કેટલાક લોકો માટે તો આ ઈમરજેંસી ફંડ છે. પણ શુ તમે જાણો છો, આળસમાં ફોન કવરને જ મિની-વોલેટ બનાવી લેવુ તમારા આરોગ્ય પર શુ અસર નાખી શકે છે ? અહી અમે તમને તમારી આ ટેવને કારણે થનારા કેટલાક નુકશાન વિશે બતાવી રહ્યા છે. ચાલો જાણો કે મોડુ કર્યા વગર જ તમારે તમારી આ આદત કેમ બદલી લેવી જોઈએ ?
ફોન કવરની પાછળ પૈસા મુકવાના નુકશાન ?
ફોન ઓવરહીટ થઈ શકે છે
જ્યારે ફોન અને કવર વચ્ચે કાગળની નોટ આવી જાય છે તો તે ગરમીના બહાર નીકળવાનો રસ્તો રોકી દે છે. આવુ એ માટે થાય છે કારણ કે નોટ એક ઈંસુલેટરની જેમ કામ કરે છે, જેનાથી ફોનની ગરમી અંદર જ ફસાય જાય છે. જેને કારણે બેટરી ફૂલી પણ શકે છે... પ્રોસેસર ધીમુ થઈ શકે છે અને ફોન વારેઘડીએ હેંગ થવા માંડે છે.
કૈમરા અને ફ્લેશમાં સમસ્યા આવી શકે છે
અનેકવાર નોટ કવરની અંદર ખસી જાય છે અને કેમરાના લેસ કે ફ્લેશના કેટલાક ભાગને ઢાંકી દે છે. જેનાથી ફોટોની ક્વોલિટી ખરાબ થવાની સાથે ફ્લેશ લાઈટની રોશની પણ ફેલાય જાય છે.
બ્લાસ્ટ થવાનો ખતરો
આજકાલના સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગનુ ફીચર હોય છે જેનાથી ચાર્જિંગ દરમિયાન ફોન ખૂબ ગરમ થઈ જાય છે. આવામાં જો તમે નોટ કવરમાં મુકીને ફોનને ચાર્જ કરો છો તો તેનાથી ફોન વધુ ગરમ થઈ શકે છે, જેનાથી કાગળ આગ પકડી શકે છે.
FAQ
Q1. શુ ફોન કવરમાં પૈસા મુકવા સુરક્ષિત છે ?
નહી તેનાથી પૈસા અને ફોન બંનેને નુકશાન થવાનો ખતરો રહે છે.
Q2. ફોનની ગરમીથી નોટ ખરાબ થઈ શકે છે ?
હા વધુ ગરમીમાં નોટ વળી જાય છે કે ખરાબ થઈ શકે છે.
Q3. શુ ATM કે NFC કાર્ડ ફોન કવરમાં મુકવુ યોગ્ય છે ?
નહી તેનાથી કાર્ડના ડેમેજ થવાનો ખતરો રહે છે
Q4 . પૈસા કે કાર્ડ મુકવાનો સૌથી સુરક્ષિત વિકલ્પ શુ છે ?
વોલેટ કે પર્સમાં મુકવુ સૌથી સુરક્ષિત વિકલ્પ છે.