આફિસમાં જો તમને ઉંઘ આવતી હોય તો જુઓ આ સમાચાર ...

Last Updated: મંગળવાર, 26 માર્ચ 2019 (13:04 IST)
આફિસમાં આવે છે ઉંઘ 
આફિસમાં તમે પોતાના કાર્ય દ્વારા સ્ટાર બની જાવ એ માટે રાત-દિવસ મેહનત કરો છો.  આનાથી પણ સારો એક ઉપાય છે. 
 
યુનિવર્સિટી કોલેજ આફ લંડનના શોધ પ્રમાણે આફિસમાં 30 થી 90 મિનિટ ઉંઘ લેવાથી કાર્યનું નુકશાન નહી થાય પણ કાર્યક્ષમતા વધે છે. 
 
આ શોધ પ્રમાણે કંપનીઓને એવો પ્રસ્તાવ મોક્લ્યો છે જેમાં તેમણે કર્મચારીઓને કાર્યક્ષમતા વધારવા માટે દિવસના નક્કી કરેલ સમયમાં ઉંઘ લેવાની સલાહ આપી છે.
 
સમયનું બંધન દૂર કરો 
 
આ સંશોધનમાં માત્ર સારી કામગીરી માટે ઊંઘ જ નહી પણ કાર્યક્ષમતા વધારવા માટે આફિસમાં સમયનું બંધન દૂર કરવા  વિશેની વાત પણ કહી છે. 
 
એમનું  કહેવું છે કે કર્મચારી પોતાના નક્કી કરેલ કલાકો પોતાની સગવડ અનુસાર ગુજારે તો એ પોતાનું કામ જવાબદારીથી કરે છે.   
 
ફેરફાર જરૂરી છે
 
સંશોધનમાં કહેવું છે કે આફિસના નિશ્ચિત શેડયુલ અને કામનુ ટેંશન આરોગ્યને એટલું પ્રભાવિત કરે છે કે તેમની કાર્યક્ષમતા ઘટે છે. 
 
એમનુ માનવું છે કે લોકો ઘણી વાર  કામ દબાણને કારણે ઊંઘ પૂરી નથી કરી શકતા. સમાજથી દૂર થઈ જાય છે અને કેટલીક વાર દિવસનું  ભોજન પણ છોડી દે છે. 
 
આ તેમની કાર્યક્ષમતા ઘટાડે છે અને ઘણા રોગોને આમંત્રણ આપે છે.


આ પણ વાંચો :