1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. District Education Department

અમદાવાદમાં હિટવેવ: બોર્ડના વિદ્યાર્થીઓ માટે DEO નો મહત્વનો નિર્ણય

gujarat board exam
અમદાવાદમાં આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને, બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે જિલ્લા શિક્ષણ વિભાગ સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે.
 
જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રોના સંચાલકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓને કોઈપણ સંજોગોમાં તડકામાં બહાર ઊભા રાખવામાં ન આવે. પરીક્ષા આપવા આવતા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિસરમાં છાંયડાવાળા અને શક્ય તેટલા ઠંડકવાળા સ્થળે જ બેસાડવાની પૂરતી વ્યવસ્થા કરવાની રહેશે.
 
ગરમીને કારણે ઉદ્ભવી શકતી સ્વાસ્થ્ય સમસ્યાઓને પહોંચી વળવા માટે પરીક્ષા કેન્દ્રો પર વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિ માટે મેડિકલ ટીમ તૈનાત રાખવાની સાથે, પીવાના પાણી અને જરૂરી પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એડ) ની પૂરતી વ્યવસ્થા કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
 
આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ઊંચકાય તેવી શક્યતાઓ હોવાથી શાળાઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. શિક્ષણ વિભાગે ખાતરી આપી છે કે બોર્ડની પરીક્ષાના આ સમયગાળામાં વિદ્યાર્થીઓને ગરમીથી રક્ષણ આપવા માટેના તમામ આવશ્યક પગલાં લેવામાં આવશે
 
ये भी पढ़ें
ભારત માટે સારા સમાચાર! ક્રૂડ ઓઇલ જહાજ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સુરક્ષિત રીતે મુંબઈ પહોંચ્યું