શેરડીના રસના ફાયદા તો ઘણા સાંભળ્યા હશે, હવે કેટલાક નુકશાન પણ જાણી લો...
આમ તો ધોમ ગરમીમાં શેરડીનો રસ પીવાથી શરીરને રાહત મળે છે. આ આરોગ્યને ઘણા ફાયદા પણ પહોંચાડે છે પણ તમને કદાચ ખબર હશે કે બધા માટે શેરડીનો રસ પીવું ફાયદાકારી હોય, આવું જરૂરી નથી. અમે તમને એવી 5 પરિસ્થિતિ જણાવી રહ્યા છે જેમાં શેરડીનો રસ પીવાથી આરોગ્યને નુકશાન પણ પહોંચી શકે છે.
1. ડાયબિટીજ- જો તમને ડાયબિટીજ છે, તો તમારા માટે શેરડીનો રસ નુકશાનદાયક હોઈ શકે છે. કારણકે તેમાં શર્કરાની માત્રા વધારે હોય છે
2. દાંતનો દુખાવો- જે લોકોને દાંતના દુખાવાની સમસ્યા હોય કે પછી દાંતમાં કેવિટી હોય, તે લોકોને શેરડીનો રસનો સેવન નહી કરવું જોઈએ. તેનાથી તેની સમસ્યા વધી શકે છે.
3. જો તમને કફની સમસ્યા છે કે પછી ખાંસી અને બલગમ બન્યું છે, ત્યારે પણ શેરડીનો રસ તમારા માટે નુકશાનદાયક સિદ્ધ થશે. તેનાથી બચવા જ સારું છે.
4.જો તમારું વજન ઓછું કરવા ઈચ્છો છો અને તમારું વજન ખૂબ વધેલું છે, તો શેરડીનો રસનો સેવન ન કરવું સારું હશે કારણકે તેમાં રહેલ શર્કરા અને કાર્બોહાઈડ્રેટ વજન વધારવામાં સહાયક છે.
5. જો તમારી તાસીર ગર્મ છે કે તમારા પેટમાં કીડા છે, ત્યારે પણ શેરડીનો રસનો સેવન તમારા માટે નુકશાનદાયક સિદ્ધ થઈ શકે છે.