શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 10 જૂન 2019 (15:33 IST)

હેલ્થ ટિપ્સ - ખૂબ જ કામની વસ્તુ છે વરિયાળી, જાણો તેના ફાયદા

અનેક લોકો જમ્યા પછી વરિયાળી ખાય છે. કારણ કે તેનાથી પાચન શક્તિ મજબૂત થાય છે અને મોઢાની દુર્ગધ પણ ઓછી થાય છે. આયુર્વેદ મુજબ વરિયાળી ખૂબ ગુણકારી હો છે. તેથી જમ્યા પછી તેનુ સેવન કરવુ જ જોઈએ.  આ શરીરનુ વજન ઓછુ કરવામાંપણ મદદરૂપ સાબિત થાય છે.  જો આંખની સમસ્યા છે તો વરિયાળી સાથે સાકર લેવાથી ફાયદો થાય છે. વરિયાળીમાં વિટામિન સી, પોટેશિયમ, મેગેઝીન, આર્યન, ફોલેટ અને ફાઈબર સામેલ છે. 
 
જાણો વરિયાળી ખાવાના ફાયદા.. 
 
-તેમા રહેલ જીવાણુરોધી અને એંટી ઈફ્લેમેટરી ગુણ પીડાદાયક મસૂઢાને શાંત કરવામાં સહાયક હોય છે. તેનાથી મોઢાની દુર થાય છે. 
 
- વરિયાળીના બીજ અપચો સોજોને ઓછો કરવામાં અને પાચન શક્તિને વધારવામાં મદદ કરે છે.  તેના ઉપયોગથી પેટમાં દુખાવો અને પેટની અંદર સોજાથી રાહત મળે છે. 
 
- તેનાથી પેશાબનો અવરોધ પણ દૂર થાય છે.  તેથી વરિયાળીની ચા પીવાથી પેશાબના રસ્તાની સમસ્યા દૂર થાય છે.  સાથે જ આંખોનો સોજો પણ ઓછો કરે છે. 
 
- આ ભૂખને ઓછી કરે છે. વરિયાળીનુ તાજુ બીજ પ્રાકૃતિક વસા નાશકના રૂપમાં કાર્ય કરે છે. તેથી તેના ઉપયોગથી વજન ઘટે છે. 
 
- શરદી-ખાંસી, ફ્લુ અને સાઈનસથી શ્વસન્ન તંત્રના સંક્રમણથી રાહત અપાવવામાં પણ આ મદદરૂપ સાબિત થાય છે. 
 
-આ પોટેશિયમનો સારો સ્ત્રોત છે. આ બીપીને ઘટાડે છે. વિટામિન સી એંટી ઓક્સીડેંટના રૂપમાં કાર્ય કરે છે. આ હ્રદય રોગથી બચાવે છે.