શુક્રવાર, 18 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 18 જુલાઈ 2025 (17:47 IST)

નિર્દયી માલિકે પોતાના પાલતૂ ડૉગની સાથે કર્યુ આવુ કામ, 8 કલાક સુધી બજારમાં રાહ જોતો રહ્યો બેજુબાન વફાદાર

The owner left the dog in the market of Delhi
The owner left the dog in the market of Delhi

દિલ્હીમાં એક દિલ દહેલાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીમાં એક માલિક બજારમાં પોતાના પાલતૂ ડૉગ જર્મન શેફર્ડને લાવારિસ હાલતમાં છોડી ગયુ. માલિક ગયા પછી તેણે ન કશુ ખાધુ કે પીધુ. બસ એકટક જોતો રહ્યો.. જ્યા તેનો માલિક ગયો હતો.  
 
તેની આંખોમાં આંસુ હતા.. પણ આશા પણ હતી કે કદાચ... એ પરત આવશે. લોકો આવતા-જતા રહ્યા. તેને ખાવાનુ પાણી આપવાની કોશિશ કરી. પણ તેને કશુ ન લીધુ. આ કોઈ સામાન્ય જાનવર નહોતુ. આ એક સંવેદનશીલ આત્મા હતી, જે માણસોને સંબંધોની અસલી પરિભાષા શિખવાડી રહી હતી.   
 
8 કલાક સુધી માલિકની રાહ જોતો રહ્યો બેજુબાન - એ જર્મન શેફર્ડને સ્કુટર પર બજાર લાવ્યો હતો અને દુખની વાત છે કે માલિક તેને છોડીને જતો રહ્યો.  ડૉગ લગભગ 8 કલાક સુધી સ્કુટર પર બેસીને પોતાના માલિકની રાહ જોતુ રહ્યુ. એ રડતુ રહ્યુ.. તેની આંખોમાં આંસુ આવતા રહ્યા. આટલા કલાક સુધી તેણે ન કશુ ખાધુ કે ન કશુ પીધુ. તે બસ માલિક ની રાહ જોતુ રહ્યુ. 
 
પછી પશુ પ્રેમીઓએ મદદ માટે પગલા લીધા. એક વ્યક્તિ રાત્રે 3 વાગ્યા સુધી કૂતરા સાથે રહ્યુ જેથી કૂતરાનુ ધ્યાન રાખી શકે. 
 
 તેણે કૂતરાને ખવડાવ્યું અને તેની સંભાળ રાખી. બાદમાં કૂતરાને એમ્બ્યુલન્સમાં બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યો. આ ઘટના એક પ્રાણી પ્રેમીએ તેના X એકાઉન્ટ પર શેર કરી હતી. મંગળવારે કૂતરાનો વીડિયો શેર કરતા અજય નામના X યુઝરે લખ્યું, આજે સાંજે કોઈ આ પાલતુ કૂતરાને સ્કૂટર પર બજારમાં લાવ્યું અને તેને ત્યાં છોડીને ભાગી ગયું. તેણે આગળ લખ્યું, તે છેલ્લા 8 કલાકથી તેના માલિકના પાછા ફરવાની રાહ જોઈ રહ્યો છે. આશા અને નિરાશાથી ભરેલી તેની આંખો ફક્ત તેના માલિકને શોધી રહી છે.
 
અજયે કહ્યું કે એક સ્વયંસેવકે કૂતરાને સલામત સ્થળે લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી, જ્યારે બીજાએ તેને ગરમ વાતાવરણ મળી રહે તે માટે ઘરે લઈ જવાની ઓફર કરી. અંતે, તેને નોઈડામાં વિદિત શર્મા દ્વારા સંચાલિત પ્રાણી આશ્રય ગૃહમાં મોકલવામાં આવ્યો.

 
નિર્દય માલિકે જે રીતે કૂતરાને બજારમાં છોડી દીધો તે માત્ર દુઃખદ જ નથી પણ તે પણ પ્રશ્નો ઉભા કરે છે કે શું આપણે ખરેખર આપણા પાલતુ પ્રાણીઓ પ્રત્યેની આપણી જવાબદારી સમજીએ છીએ. વાયરલ પોસ્ટ પર નેટીઝન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને સ્વયંસેવકોનો આભાર માનીને નિર્દય માલિકને શાપ આપી રહ્યા છે.અજયે કહ્યું કે એક સ્વયંસેવકે કૂતરાને સલામત સ્થળે લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી, જ્યારે બીજાએ તેને ગરમ વાતાવરણ મળી રહે તે માટે ઘરે લઈ જવાની ઓફર કરી. અંતે, તેને નોઈડામાં વિદિત શર્મા દ્વારા સંચાલિત પ્રાણી આશ્રય ગૃહમાં મોકલવામાં આવ્યુ.
 
નિર્દય માલિકે જે રીતે કૂતરાને બજારમાં છોડી દીધો તે માત્ર દુઃખદ જ નથી પણ તે પણ પ્રશ્નો ઉભા કરે છે કે શું આપણે ખરેખર આપણા પાલતુ પ્રાણીઓ પ્રત્યેની આપણી જવાબદારી સમજીએ છીએ. વાયરલ પોસ્ટ પર નેટીઝન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને સ્વયંસેવકોનો આભાર માનીને નિર્દય માલિકને શાપ આપી રહ્યા છે.