સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 10 મે 2023 (13:38 IST)

શુ તમને પણ ગરમીમા થાય છે શરદી-ખાંસી ? પહેલા જાણી લો અસલી કારણ અને પછી કરો ઉપાય

ગરમીમાં શરદી કેમ થાય છે. ગરમી વધવાની સાથે અચાનક લોકોમાં શરદી-ખાંસીની સમસ્યા વધી જાય છે. પણ શુ તમે વિચાર્યુ છે કે આ સમસ્યા આટલી ઝડપથી કેમ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે મેડિકલ ટર્મમાં તેને સમર કોલ્ડ(summer cold and cough)  કહે છે.  આ એંટરોવાયરસ (Enteroviruses)ને કારણે થઈ રહ્યુ છે જે કે આ ઋતુની સંક્રામક બીમારીનુ રૂપ લઈ લે છે. આ ઉપરાંત તેની પાછળ અનેક કારણ છે, તો આવો જાણીએ એ બધા વિશે વિસ્તારથી 
 
મે મહિનામાં શરદી-તાવનુ કારણ - Summer cold causes  
 
1. વાયરલ શિફ્ટના કારણે - Due to viral shift
 જેવી જ ઋતુ ગરમ થાય છે કે મોટાભાગના શરદી પેદા કરનારા વાયરસ શિફ્ટ થઈ જાય છે. એંટરોવાયરસ પણ તેમાથી એક છે. આ વાયરસ ગરમીમાં શરદી થવાનુ મુખ્ય કારણ બને છે. ઉપરી શ્વાસ સાથે જોડાયેલ નળીઓમાં ઈફ્કેશનનુ કારણ બની જાય છે.  જેનાથી આપણુ નાક વહેવા માંડે છે અને ગળામાં ખરાશ થઈ જાય છે. આ ઉપરાંત કેટલાક લોકોમાં આ પેટની સમસ્યાઓને ટ્રિગર કરે છે. 
 
2. શરદી-ગરમીના કારણે  
શરદી ગરમીના કારણે પણ લોકો આ ઋતુમાં શરદી ખાંસીના શિકાર થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે આ તાપમાનમાં થનારા ફેરફાર અને ગેપને કારણે થાય છે. જેવુ કે બહારનુ કંઈક બીજુ અને તમારા શરીરની અંદર કંઈક બીજુ.  આવી સ્થિતિમાં આપણે લાંબા સમય સુધી શરદી-ખાંસીના શિકાર રહી શકીએ છીએ કે પછી તમને આ સમસ્યા વારેઘડીએ થઈ શકે છે 
 
ગરમીમાં શરદી-ખાંસીથી કેવી રીતે કરશો બચાવ 
 
- ગરમીમાં શરદી-ખાંસીથી બચવુ છે તો ઘરની બહારથી આવીને તરત જ ઠંડુ પાણી ન પીશો 
- તાપ અને ગરમીમાંથી આવીને ન્હાવુ ન જોઈએ. 
 - ઘરની બહાર માથુ ઢાંકીને જ નીકળો, જેથી તડકો ડાયરેક્ટ માથા પર ન પડે. 
 - રહી રહીને પાણી પીતા રહો જેથી તમે ડિહાઈડ્રેશનના શિકાર ન બનો. 
 - ડાયેટમાં પાણીથી ભરપૂર ફુડ્સનુ વિશેષ ધ્યાન રાખો. 
 
તો આ રીતે પહેલા તો ગરમીમાં શરદી- તાવથી બચો. ત્યારબાદ જો થઈ જાય તો પુષ્કળ પાણી પીવો અને ડોક્ટરને બતાવીને યોગ્ય દવાઓ લો.