1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 9 મે 2023 (19:06 IST)

દૂધ અને નોનવેજથી પણ વધુ પાવરફુલ છે સોયાબીન

નમસ્કાર. વેબ દુનિયા ગુજરાતીના હેલ્થ ચેનલમાં આપનુ સ્વાગત છે. મિત્રો આજે આપણે વાત કરીશુ સોયાબીનના ફાયદા વિશે.. કહેવાય છે સોયાબીન દૂધ અને નોનવેજથી પણ વધુ પાવરફુલ છે 
 
સોયાબીન ડાયાબિટીજ અને કેંસર જેવી બીમારીથી બચાવ કરવામાં લાભકારી હોઈ શકે છે. તેમા પ્રોટીન ઉપરાંત વિટામિન અને ખનિજ જેવા તત્વોની પણ ભરપૂર હોય છે.  તેમા વિટામિન બી કૉમ્પલેક્સ અને વિટામિન ઈ ની માત્રા વધ હોય છે.  સાથે જ સોયાબીનમાં એમિનો એસિડ પણ જોવા મળે છે. જે શરીર નિર્માણ કરવામાં સહાયક સાબિત થાય છે તો ચાલો જાણીએ તેને ખાવાના ફાયદા 
 
1. જો તમને કોઈ માનસિક રોગ છે તો તે માટે સોયાબીનને તમારા ડાયેટમાં સામેલ કરો. સોયાબીન માનસિક સંતુલનને ટીહ કરીને મગજને દોડાવે છે. 
 
2. દિલ ના દર્દી માટે સોયાબીન ખૂબ લાભકારી છે. તમે આમ પણ સોયાબીન ખાવુ શરૂ કરી દેશો તો તમને દિલની બીમારીઓ નહી થાય. 
 
3. જો તમને હાઈ બ્લડ પ્રેશર રહે છે તો રોજ સોયાબીન ખાવ. આ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. 
 
4. સોયાબીનમાં લેસીથિન જોવા મળે છે જે લીવર માટે લાભકારી છે. 
 
5. સોયાબીનની છાશ પીવાથી પેટના કૃમિ મરી જાય છે. 
 
6. તેના સેવનથી સેલ્સની ગ્રોથ થાય છે અને ક્ષતિગ્રસ્ત સેલ્સનુ રિપેયરિંગ થાય છે 
 
આ તો છે સોયાબીનના ફાયદા હવે જાણીશુ સોયાબીનને કેવી રીતે ખાવી 
 
 - રાત્રે સૂતા પહેલા એક વાસણમાં પાણી લઈને તેમા 100 ગ્રામ સોયાબીન પલાળી દો 
- પછી સવારે ઉઠીને નાસ્તામાં તમે તેનુ સેવન કરો 
 - આ ઉપરાંત તમે સોયાબીનનુ શાક બનાવીને પણ ખાઈ શકો છો. 
 
રોજ સવારે 100 ગ્રામ સોયાબીનનુ સેવન કરો 
 
આપને જણાવી દઈકે કે 100 ગ્રામ સોયાબીનમાં લગભગ 365 ગ્રામ જેટલુ પ્રોટીન હોય છે. આનો ઉપયોગ દિવસમાં માત્ર એક જ વાર કરવાથી તમારા શરીરને ખૂબ ફાયદો થાય છે. આ એ વ્યક્તિઓ માટે સારુ રહે છે જેમને પ્રોટીનની કમી છે.