રવિવાર, 23 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 21 નવેમ્બર 2025 (12:27 IST)

World Most Expensive Painting - 485 કરોડમાં વેચાનારી સૌથી મોંઘી પેંટિંગમાં એવુ તો શુ વિશેષ છે ?

Most Expensive Painting
Most Expensive Painting
World Most Expensive Painting by Woman Artist - મૈક્સિકોની મહાન કલાકાર ફ્રીડા કાહલોએ બનાવેલ ખુદની તસ્વીરને ન્યૂયોર્કમાં 54.66 મિલ્યન ડૉલરમાં વેચી છે.  જો ભારતીય કરેંસીમાં જોવામાં આવે તો આ લગભગ 485 કરોડ રૂપિયાની હોય છે. આ સાથે જ આ કોઈ મહિલા કલાકાર દ્વારા બનાવેલ અત્યાર સુધીની સૌથી મોંઘી પેટિંગ થઈ ગઈ છે. આ પેટિંગની નીલામીવાળી સોથબીએ આ માહિતી આપી છે. આ પેટિંગનુ નામ 'એલ સુએનો (લા કામા)' છે. જેનો મતલબ હોય છે 'સપનુ (બેડ)'.
 
આ પેટિંગે અમેરિકી કલાકાર જોર્જિયા ઓ'કીફે દ્વારા બનાવેલ પાછલા રેકોર્ડ તોડી નાખ્યા છે. જોર્જિયા ઑકીફે ની વર્ષ 1932 માં બનાવેલ પેટિંગ જિમસન વીડ/વ્હાઈટ ફ્લાવર નંબર 1' 44.4 મિલિયન ડોલરમાં વેચાઈ હતી. 
 
ફ્રીડા કાહલો ની પેટિંગ માં એવુ ખાસ શુ છે ?
સોથબી એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યુ હતુ કે "કાહલો ની પેટિંગ નીલામી માં વેચાયેલ કોઈ મહિલા કલાકારની અત્યાર સુધીની સૌથી મૂલ્યવાન કૃતિ છે."  આ ઓક્શન હાઉસે જણાવ્યુ છે કે કાહલોની આ પેટિંગ 1940 માં પોતાના કરિયરના એક મહત્વપૂર્ણ દસકા દરમિયાન બનાવી હતી.  આ દરમિયાન એ ડિએગો રિવેરાની સાથે પોતાના અશાંત સંબંધોને લઈને લડી રહી હતી.  
 
notes જ્યારે કાહલોના આ સેલ્ફ પોટ્રેટ વાળી તસ્વીરને સોથબી ના નીલામી બ્લોકમાં રાખવામાં આવ્યા હતા તો પહેલાથી આશા હતી કે આ 40 મિલિયન ડોલર થી 60 મિલિયન ડોલરની વચ્ચે અનુમાનિત કિમંત પર વેચાશે. થયુ પણ એવુ જ.. જો કે ખરીદનારના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી.  
 
આ પેટિંગમાં ફ્રીડા કાહલો હવામાં તરતી દેખાય રહેલ એક બેડ પર સૂઈ રહી છે. બેડના ઉપરી ભાગ પર એક હાડપિંજર સૂતેલુ છે. જેના પગમાં ડાયનામાઈટના સ્ટિક લપેટાયેલા છે. સોથબીમાં લૈટિન અમેરિકી કલાના પ્રમુખ અન્ના ડિ સ્ટાસીએ ન્યુઝ એજંસી એએફપીને બતાવ્યુ કે આ પેટિંગ એક ખૂબ જ પર્સનલ ઈમેજ છે. જેમા કાહલો મૈક્સિકન સંસ્કૃતિની લોકકથાઓના રૂપાંકનોને યૂરોપીય અતિયથાર્થવાદની સાથે જોડે છે.  
 
ફ્રીડા કાહલોએ વર્ષ 1954 માં 47 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધુ હતુ.