શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 21 એપ્રિલ 2017 (16:16 IST)

Summer Tips - ઉનાળામાં થોડું જીરું ખાવાથી આ ફાયદા થશે ..

ઉનાળાની ઋતુમાં ગભરામણ, ચક્કર આવવા,  ભૂખ ન લાગવી, ઝાડા થવા વગેરે સમસ્યાઓ ખૂબ સામાન્ય હોય  છે.  આવી ગરમીમાં થતી આ સમસ્યા માટે નાના-નાના ઘરેલૂ ઉપાય જલ્દી રાહત આપી શકે છે.  ગરમીમાં  જીરું ખૂબ ઉપયોગી હોય છે. જીરું માત્ર ભોજનનો  સ્વાદ જ નથી વધારતુ,  પરંતુ આ ઘણા હેલ્થ પ્રોબલેમ્સ પણ  દૂર કરે છે. આવો જાણીએ જીરામાં છીપાયેલા  આ ગુણો વિશે...

 
1. ઉનાળામાં જીરું ખાસ લાભદાયક હોય છે. ગરમી વધતા બે કપ પાણીમાં અડધી ચમચી ધાણા, અડધી ચમચી વરિયાળી અડધી ચમચી જીરું ઉકાળી લો. ઠંડું  થતાં ચાળીને તેમાં ખાંડ નાખી પીવું. રાહત મળશે. 
 
2. ગરમીના  કારણે જો ઝાડા થઈ ગયા હોય તો જીરું અને ખાંડને સમાન માત્રામાં મિક્સ કરી વાટીને પાવડર કરી લો. એક -બે ચમચી ઠંડા પાણી સાથે  આ પાવડર લો . ગરમીથી થતાં આ ઝાડા બંધ થઈ જશે. 
 
3. દક્ષિણ ભારતમાં લોકો જીરાનું  પાણી પીવે છે. તેમના મુજબ એના સેવનથી મોસમી રોગો  થતાં  નથી અને પેટ પણ ઠીક રહે છે. 
 

4. જીરું  બૉડીમાં શુગરના લેવલને નિયંત્રિત કરે છે. જીરાને વાટીને એક બોટલમાં ભરી લો . અડધી નાની ચમચી જીરું પાવડર બે વાર પાણી સાથે લો. ડાયાબિટિઝના રોગીને આ ઘણો લાભ કરે છે. 
 
5. જીરું , અજમો, સૂંઠ કાળી મરી અને સંચળને  સ્વાદ પ્રમાણે લઈને ચૂરણ  બનાવી લો.  એને થોડા  ઘીમાં શેકીને હીંગ મિક્સ કરી ખાવાથી પાચન શક્તિ વધે છે. પેટનો દુખાવો પણ ઠીક થાય છે. 
 
6. જે લોકો અનિદ્રાના રોગથી ગ્રસ્ત છે તેમના માટે જીરું એક સારી દવા છે. એક નાની ચમચી શેકેલુ  જીરું પાકેલા કેળા સાથે  મેશ કરીને  રોજ રાત્રે  ભોજન પછી ખાવાથી સારી ઉંઘ આવે છે. 

7. ગર્મીના કારણે ભૂખ ના લાગે તે પણ એક સમસ્યા છે . જો તમને ગરમીમાં ભૂખ નથી લાગતી કે ભોજન નથી  પચતું તો એક ચોથાઈ ચમચી જીરૂ  પાવડર અને કાળી મરી પાવડરને એક ગ્લાસ દૂધમાં નાખી પીવું. 


 
8. જીરાને લીબૂના રસમાં પલાળીને મીઠું મિક્સ કરી સુકવી લો. એને વાટીને પાવડર કરી બોતલમાં ભરીને રાખી લો. એને લેવાથી ગર્ભવતી મહિલાને અકળામણ ઉલટી થવી બંધ થાય  છે. 
 
9. જીરામાં સિરકા મિક્સ કરી ખાવું , હિંચકી તરત બંધ  થઈ જશે. 
 
10. રોજ એક ચમચી શેકેલુ  જીરું ખાવ. એને ચાવવાથી યાદશક્તિ સારી રહે છે.