સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 27 સપ્ટેમ્બર 2023 (15:08 IST)

World Heart Day - તમારુ દિલ સ્વસ્થ છે કે નહી જાણવા જરૂર કરાવો આ ટેસ્ટ

world heart day 2023
World Hearth Day - એ જાણવુ ખૂબ જ મુશ્કેલ છે કે દિલની બીમારી ક્યારે કોને પોતાનો શિકાર બનાવશે.  તેથી આપણા દિલની દેખરેખ કરવી ખૂબ જ જરૂરી હોય છે. યશોદા સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ ડો. અસિત ખન્નાનુ કહેવુ છે કે દિલની બીમારીના મામલે સતર્ક રહેવુ ખૂબ જરૂરી છે. આજની જીવનશૈલી અને ખાનપાનને જોતા આરોગ્યને નજરઅંદાજ કરવુ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમણે જણાવ્યુ કે હાર્ટ એટેકના શક્યત સંકટો વિશે આ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે. 
 
આવો જાણીએ ક્યા છે એ ટેસ્ટ 
 
તાત્કાલિક કરાવવાના ટેસ્ટ 
 
તમારી વયને જોતા જો તમે દિલ સાથે સંબંધિત કોઈ પણ સમસ્યા લાગી રહી છે તો આ તપાસ દ્વારા જાણ કરી શકો છો કે તમારુ હ્રદય હાર્ટ એટેક આવવાના સ્ટેજ પર તો નથી આવી ગયુ. 
 
- બ્લડ પ્રેશર તપાસ 
- ગ્લુકોમીટરથી બ્લડ શુગરની તપાસ 
- ઓક્સીજન સૈચુરેશન 
 
આ તપાસના પરિણામો જોયા પછી કાર્ડિયોલોજીસ્ટ તમને આગળની તપાસ માટે પણ  કહી શકે છે અને એ છે.. 
 
1. ઈસીજી 
2. બ્લડ હાર્ટ એટેક માર્કર્સ 
 
- ટ્રોપોનિન I  કે ટ્રોપોનિન T આદર્શ રૂપથી પૉઝિટિવ કે નેગેટિવ રિપોર્ટૅના સ્થાન પર લોહીના લેવલની તાપસ કરવી જોઈએ. 
- સીપીકેએમબી તપાસ પણ કરી શકાય છે. જોકે હવે સીપીકે ટોટલ અને સીપીકેએમબી માટે ડોક્ટર કહેતા નથી. 
સિરમ માયોગ્લોબિન 
 
3. 2-ડી ઈકોકાર્ડિયોગ્રાફી (ઈમરજેંસીમાં)
4. કારોનરી એંજિયોગ્રાફી - આ એ મામલામાં આવે છે જ્યા મોટાભાગના હાર્ટ એટેક (એમઆઈ માર્યોકાર્ડિયલ ઈંફેક્શન)ના  લક્ષણ જાણી ચુકાયા છે.