શનિવાર, 12 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 17 મે 2022 (13:27 IST)

High blood pressure વાળા માટે અમૃત સમાન છે આ 10 વસ્તુઓ, તરત જ કરો સેવન

high bp food
Causes of Hypertension in Teens: આજે (17 મે) વર્લ્ડ હાઈપરટેંશન 2022 છે. હાઈપરટેશન એટલે કે બ્લડ પ્રેશરની સમસ્યા દરેક વર્ષે દુનિયાભરમાં હાઈપરટેશન વિશે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ ઉજવાય છે. આ દિવસ હાઈ બ્લડ પ્રેશરની રોકથામ, ડિટેક્શન, કારણ અને નિયંત્રણ પર કેન્દ્રીત હોય છે. હાઈ બ્લડ પ્રેશર કે હાએ બીપી અનેક પ્રકારની આરોગ્ય સંબંધી સમસ્યાઓ જેવા કે હ્રદય રોગ, સ્ટ્રોક, થાઈરોઈડને જન્મ આપે છે. 
 
હાઈ બીપીની ફરિયાદવાળા લોકોએ ખાટા ફળ ખાવા જોઈએ. અંગૂર, સંતરા, લીંબુ સહિત ખાટા ફળમાં બ્લડ પ્રેશરને ઓછુ કરવાની ક્ષમતા હોય છે. જો કે આ બધા ફળ વિટામિન, મિનરલથી ભરપૂર હોય છે. તેથી હાઈ બ્લડ પ્રેશર જેવા હ્રદય રોગના જોખમ કારકોને ઓછા કરવા માટે દિલને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. આ ફળને તમે પૂરા ખાવ, સલાદમાં સામેલ કરો કે પછી બીપીને કંટ્રોલ કરવા માટે તેનુ જ્યુસ બનાવીને પીવો. 
 
અજમોદ (વિદેશી શાક)  પણ ખૂબ જ લોકપ્રિય શાકભાજી છે, જે બ્લડ પ્રેશર ઘટાડવાનું કામ કરે છે. 
 
ચિયા અને ફ્લેક્સસીડના બીજ દેખાવમાં ખૂબ નાના છે, પરંતુ આ બીજ પોષક તત્વોની ખાણ છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર હોય છે, જે હેલ્ધી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે જરૂરી છે.
 
બ્રોકોલી ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, જે રક્ત વાહિનીઓના કાર્ય અને શરીરમાં નાઈટ્રિક ઑક્સાઈડનું સ્તર વધારીને બ્લડ પ્રેશર ઘટાડવાનું કામ કરે છે. 
 
ગાજરમાં ક્લોરોજેનિક, પી કૌમેરિક અને કેફીક એસિડ જેવા ફેનોલિક ઘટકોની માત્રા વધુ હોય છે. જે બ્લડ વેસેલ્સને(રક્તવાહિની) આરામ આપે છે અને સોજા પણ ઓછા કરે છે, જે બ્લડ પ્રેશરના લેવલને ઘટાડવામાં મદદ કરે છે. 
 
પિસ્તા એક એવું ડ્રાય ફ્રુટ છે, જે હાઈ બીપીવાળા લોકો માટે વરદાન છે. તે તમારા હૃદય માટે જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકોએ  પોતાના  આહારમાં પિસ્તાનો કોઈપણ રૂપમાં સમાવેશ કરવો જોઈએ. 
 
કોળાના બીજને પોષક તત્વોનો પાવરહાઉસ કહીએ તો ખોટું નહીં કહેવાય. જે લોકોને મોટેભાગે હાઈબીપી રહે છે, તેમણે કોળાના બીજનું સેવન ચોક્કસ કરવું જોઈએ. તે બ્લડ પ્રેશર ઘટાડવામાં ખૂબ મદદ કરશે. 
 
કઠોળ અને દાળ પ્રોટીન અને ફાઇબરના ઉત્તમ સ્ત્રોત છે. તેમાં પોષક તત્વો ખૂબ સારી માત્રામાં જોવા મળે છે. નિષ્ણાતોનુ કહેવુ છે કે હાઈ બીપીના દર્દીઓએ બીંસ અને દાળનું સેવન કરવું જોઈએ. આનાથી ખૂબ જ ઓછા સમયમાં બ્લડપ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. 
 
વિશેષજ્ઞો હાઈ બીપીના દર્દીઓને ફૈટી ફિશ અને સાલ્મન  ખાવાની સલાહ આપે છે.  ઉલ્લેખનીય છે કે ફૈટી ફિશમાં ઓમેગા-3 ફેટી એસિડ સારી માત્રામાં જોવા મળે છે. તે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે 
 
ટામેટાં પોટેશિયમ અને કેરોટેનલૉઈડ પિગમેન્ટ લાઈકોપીનથી ભરપૂર  છે. Lycopene તમારા હૃદયના સ્વાસ્થ્ય પર ખૂબ જ સારી અસર કરે છે. પોષક તત્ત્વોથી ભરપૂર ટામેટાં ખાવાથી હાઈ બ્લડ પ્રેશર સાથે સંકળાયેલ હૃદય રોગનું જોખમ ઘટાડી શકાય છે.