શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 26 ડિસેમ્બર 2019 (18:41 IST)

Try this - શિયાળામાં ફિટ રહેવા માંગો છો તો જાણો શુ ખાશો

ઋતુ બદલવાની સાથે જ ખાવા પીવાનુ પણ બદલાય છે. જેના પ્રત્યે આપણે જાગૃત રહીએ તો શરીર માટે ખૂબ સારુ રહે છે. શિયાળાની ઋતુ આ હિસાબથી ખૂબ સંવેદનશીલ છે. આ સીઝનમાં કેટલાક ખાસ ફળ અને શાકભાજીઓ જે આપણી બોડી માટે ખૂબ હેલ્દી અને લાભકારી છે. આવો જાણીએ આવી જ ફુડ આઈટમ્સ અને તેમના  ગુણો વિશે. 



સલગમ -  આ શાકભાજીનુ ટેક્સચર સ્ટાર્ચી હોય છે.  તેમા ફાઈબરની માત્રા ખૂબ હોય છે. વિટામિન અને મિનરલ બંને આ શાકભાજીને લેવાથી શરીરને મળે છે. આયરનની કમીની ફરિયાદ જેને તે આ શાકભાજીથી દૂર કરી શકે છે. શિયાળામાં સલાડમાં આ જરૂર લો. શરીરમાં લોખંડ જેવી મજબૂતી આવશે. 

પાલક રાખે છે ઈંફેક્શનથી દૂર - આ સીઝનમાં માર્કેટમાં સારી પાલક આવે છે. આ શાકભાજીની ખપતથી શરીરને ખૂબ લાભકારી એંટી-ઓક્સીડેટ વિટામિન મળે છે. જેવા કે વિટામિન એ અને સી. તેમા વિટામિન કેની માત્રા પણ ખૂબ હોય છે. જેનાથી બોન માસને સ્ટ્રેંથ મળે છે. આ ઋતુમાં ઈંફેક્શનથી દૂર રહેવામાં પણ આ મદદ કરે છે. 

બીટરૂટ મેટાબોલિજ્મને વધારે છે - ચુકંદર આમ તો આખુ વર્ષ મળે છે પણ શિયાળામાં આ વધુ ઉગાડવામાં આવે છે.  આ ઋતુમાં શરીરનુ મેટાબૉલિજ્મ ઓછુ થઈ જાય છે. તેથી આવા ફૂડ લેવા માટે કહેવામાં આવે છે. જે ઓછી કેલોરીની હોય પણ તેમા પોષણ મતલબ ન્યોટ્રિએટ વેલ્યુ વધુ હોય જે ચુકંદર મતલબ બીટમાં છે. 

મૂળાથી વધે છે ઈમ્યુનિટી - ઠંડીની સૌથી લોકપ્રિય શાકભાજી અને સેલેડમાં એક છે મૂળા.  આ સીઝનમાં શરીરને રોગપ્રતિરોધક ક્ષમતા વધુ જોઈએ અને આ ઈમ્યુનિટી વધારે છે.  તેમા મેગ્નેશિયમ, આયરન, કોપર, કેલ્શિયમ, મિનરલ્સની ખૂબ માત્રા હોય છે. ચાઈનીઝ લોકોમાં તો મૂળાને લઈને એ માન્યતા છે કે તેને ડાયેટમાં લેવાથી હંમેશા શરીર સ્વસ્થ રહે છે. 

મૂળાથી વધે છે ઈમ્યુનિટી - ઠંડીની સૌથી લોકપ્રિય શાકભાજી અને સેલેડમાં એક છે મૂળા.  આ સીઝનમાં શરીરને રોગપ્રતિરોધક ક્ષમતા વધુ જોઈએ અને આ ઈમ્યુનિટી વધારે છે.  તેમા મેગ્નેશિયમ, આયરન, કોપર, કેલ્શિયમ, મિનરલ્સની ખૂબ માત્રા હોય છે. ચાઈનીઝ લોકોમાં તો મૂળાને લઈને એ માન્યતા છે કે તેને ડાયેટમાં લેવાથી હંમેશા શરીર સ્વસ્થ રહે છે. 

ગાજરમાં છે વિટામિનની ભરમાર - આ શાકભાજીમાં કૈરોટેનની માત્રા બીજા ફળ અને શાકભાજીથી વધુ હોય છે.  સાથે જ તેમા અનેક પ્રકારના વિટામિન પણ રહેલા હોય છે. જેવા વિટામિન બી, સી, ડી, ઈ અને કે. મૂળાની જેમ આને સલાડમાં પણ લઈ શકાય છે અને શાક પણ બનાવી શકાય છે. 

સંતરામાં છે જર્મ્સ સાથે લડવાની તાકત - આ ફળને શરદીમાં લેવાના ખૂબ ફાયદા છે. તેમા વિટામીન સી ની માત્રા ખૂબ હોય છે. જેનાથી આ ઋતુમાં જર્મ્સ સામે લડવામાં મદદ મળે છે. સૌથી ખાસ છે કે આ લો-કેલોરી ફ્રૂટ છે. મતલબ આને લેવાથી વજન નહી વધે. 

કોલેસ્ટ્રોલ ઘટાડે છે મગફળી  - નાનકડી મગફળી પેટ ભરવાની સાથે સાથે શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે.  તેમા રહેલ વિટામિન મિનરસ્લ, એંટી ઓક્સીડેંટ અને ન્યૂટ્રિએટ્સની માત્રાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે. સાથે જ સ્કિનને પણ સારુ બનાવવામાં મદદ કરે ક હ્હે. જો તેને બોયલ અક્રીને ખાશો તો તેની સારી અસર શરીર પર થશે. શરીરને ફંગલ ઈંફેક્શનથી પણ આ દૂર રાખે છે. જેને કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ છે તેમને કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં પણ મગફળી મદદ કરે છે.