ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 1 ઑક્ટોબર 2018 (16:46 IST)

બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે તુલસી, જાણો આના અનેક ફાયદા

શરદી તાવ થતા તુલસીના પાનને ચામાં ઉકાળીને પીવાથી રાહત  મળે છે. તુલસીનો અર્ક તાવ ઓછો કરવામાં પણ કારગર સાબિત થાય છે. તુલસીના કોમળ પાનને ચાવવાથી ખાંસી અને શરદીથી રાહત મળે છે. 
 
- તુલસીના પાનનુ સેવન કરવાથી બ્લડ શુગર લેવલનુ સ્તર ઠીક રહે છે.  જેને કારણે ડાયાબિટિસનો ખતરો પણ ઓછી થઈ જાય છે. 
 
- તુલસીના સુકા પાનને સરસવના તેલમાં મિક્સ કરીને દાંત સાફ કરવાથી શ્વાસની દુર્ગંધ જતી રહે છે. પાયેરિયા જેવી સમસ્યામાં પણ આ ખાસ કારગર સાબિત થાય છે. 
 
- તુલસી કિડનીને મજબૂત બનાવે છે. જો કોઈને કિડનીની પથરી થઈ ગઈ હોય તો તેને મધમાં મિક્સ કરીને તુલસીના અર્ક સાથે નિયમિત સેવન કરવુ જોઈએ. છ મહિનામાં ફરક જોવા મળશે. 
 
- દાદ, ખુજલી અને ત્વચાની અન્ય સમસ્યાઓમાં તુલસીના અર્કને પ્રભાવિત સ્થાન પર લગાવવાથી થોડાક જ દિવસમાં રોગ દૂર થઈ જાય છે. 
 
- આખોની બળતરામાં તુલસીનો અર્ક ખૂબ જ કારગર સાબિત હાય છે. રાત્રે રોજ શ્યામા તુલસીના અર્કના બે ટીપા આંખોમાં નાખવા જોઈએ.