શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 12 ડિસેમ્બર 2016 (11:51 IST)

રિફાઈંડ Oil ખાવ છો તો જરૂર રાખો આ વાતનુ ધ્યાન

ઘણા લોકો જમવાનું બનાવતી વખતે સરસવનુ તેલ કે ઘી નો ઉપયોગ કરવાને બદલે રિફાઈંડનો પ્રયોગ કરે છે. તમે પણ રસોઈમાં વધુ રિફાઈંડ જ વાપરો છો તો તમારે માટે આ જાણવુ ખૂબ જરૂરી છે કે તે તમારા આરોગ્ય પર શુ અસર નાખી રહ્યુ છે. આ સ્વાદ વધારવાની સાથે સાથે તમારા આરોગ્ય માટે તકલીફ વધારી રહ્યુ છે. 
 
કેટલાક લોકોનુ કહેવુ છે કે તેઓ રિફાઈંડનો ઉપયોગ દિલની બીમારીના સંકટને ઓછુ કરીને કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરવા માટે કરે છે. આ લોકો કદાચ એ નથી જાણતા કે અસલમાં આવુ કશુ નથી.  બજારમાં વેચાનારા રિફાઈંડમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમા કોઈપણ ઓર્ગેનિક વસ્તુ હોતી નથી. જે શરીરમાં ઝેરીલા તત્વોનુ નિર્માણ કરે છે. એક શોધમાં આ વાત સામે આવી છે કે રિફાઈંડ ઑઈલનો ઉપયોગ કરવાને બદલે સરસવના તેલમાં રસોઈ બનાવવી યોગ્ય છે. તેલમાં જોવા મળતી ચિકાશ શરીર માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને તેમા ફૈટી એસિડ પણ જોવા મળે છે. 
 
રિફાઈંડમાં ચિકાશ અને ફૈટી એસિડ બંનેની કમી હોય છે. જેનાથી શરીરને કોઈ સ્વાસ્થ્ય લાભ મળતો નથી. આ શરીરના પ્રાકૃતિક અંગોની ચિકાશને ખતમ કરી દે છે. જે ધીરે ધીરે સાંધાના દુખાવાનું કારણ બની શકે છે. શરીરને ફૈટી એસિડ ન મળવાને કારણે ત્વચા સંબંધી રોગ થવાનો ખતરો પણ બની શકે છે. શોધ મુજબ જમવાનુ બનાવતી વખતે સરસવ, જૈતૂન, નારિયળનુ તેલ અને ઘી રિફાઈંડ કરતા સારુ છે.