1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Vaccine Diet- વેક્સીન પછી શું ખાવું શું નહી જાણો

કોરોના વાયરસની Corona virus બીજી લહેરનો પ્રકોપ વધી રહ્યો છે. આ જીવલેણ વાયરસને ખત્મ કરવા માટે દેશમાં વેક્સીનેશન પ્રોગ્રામ તીવ્ર કરી નાખ્યુ છે પણ વકેસીન લગાવ્યા પછી લોકોમાં હળવું તાવ, થાક, નબળાઈ જેવા લક્ષણ નજર આવી રહ્યા છે. જે સામાન્ય ફ્લૂની રસી લગાવતા સામે આવે છે પણ રસી લગાવ્યા પછી કોઈ પણ પ્રકારનો સાઈડ ઈફેક્ટ ન થાય તેમાં ડાઈટ મુખ્ય ભૂમિકા ભજવે છે.  
 
વેક્સીન લગાવતા પહેલા પાણી પીવું. 
વેક્સીન લગાવતા પહેલા ખૂબ પાણી પીવું. જેથી શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા ન હોય અને ઈમ્યુન સિસ્ટમ પણ સારી રીતે રિપૉંસ કરી શકે. શરીરમાં પાણીની કમી ન હોય તેના માટે તડબૂચ, શક્કરટેટી, કાકડી વગેરે ખાવું. તેનાથી સાઈડ ઈફેક્ટ્સ ઓછા થશે. 
 
ભૂલીને પણ ન કરવું દારૂનો સેવન 
વેક્સીન લાગ્તા પહેલા અને પછી દારૂ ન પીવું. કારણ કે તેનાથી શરીરમાં પાણીની કમી થઈ જશે અને બૉડી ડિહાઈટ્રેટ થઈ શઈ શકે છે. તેમજ એક શોધની માનીએ તો દારૂ ઈમ્યુનિટી ઘટાડે છે. તેથી ઓછામાં ઓછા 3 મહીના સુધી દારૂના સેવનથી દૂર રહેવું. 
 
પ્રોસેસ્ડ અને ખાંડ વાળી વસ્તુઓથી દૂર રહેવું 
વધારે મીઠા, ખાંડ સેચુરેટેડ ફેટ અને કેલોરીજથી ભરપૂર પ્રોસેસ્ડ ફૂડ વગેરે વસ્તુઓના વેક્સીન લાગ્યા પછી સેવન ન કરવું. આ વસ્તુઓ સ્ટ્રેસ અને એંગ્જાઈટોને ટ્રિગર કરે છે. જે ઉંઘમાં બાધા બની શકે છે. 
 
કઠોળ અને ફાઈબર વસ્તુ ખાવી 
ડાક્ટર્સ મુજબ વેક્સીન લીધા પછી સંતુલિત ડાઈટ લેવી. જેમાં કઠોળ, બટાટા, બ્રોકલી, બીંસ વગેરે વસ્તુઓ શામેલ હોય. ફાઈબરથી ભરપૂર વસ્તુઓ શામેલ કરવી જેનાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત બને છે. 
 
સૂપ પીવું ફાયદાકારી 
તકલીફ લાગી રહી હોય તો ચિકન, ગાજર, શાકનો સૂપ પીવું. સૂપ ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવાની સાથે વેક્સીનથી થતા સાઈડ ઈફેક્ટને ઓછું કરવામાં પણ મદદગાર છે.