મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 29 માર્ચ 2024 (00:01 IST)

વધતા વજન પર કરવો છે કંટ્રોલ તો સવારે નાસ્તામાં સામેલ કરો આ વસ્તુઓ, ગાયબ થઈ જશે શરીરની ચરબી

breakfast for weight loss
breakfast for weight loss
જો તમારુ ડાયેટ યોગ્ય હશે તો તમે સહેલાઈથી તમારુ વજન ઓછુ કરી શકો છો. ચાલો તમને બતાવીએ કે વજન ઓછુ કરવા માટે તમારો બ્રેકફાસ્ટ કેવો હોવો જોઈએ જેથી તમારા વધતા વજન પર કંટ્રોલ કરી શકો. 
 
ખરાબ લાઈફસ્ટાઈલ, બહારનુ ખાનપાન એટલેકે જંક ફુડનુ સેવન, એક્સરસાઈઝની કમી આ કારણોથી દેશમાં લોકો જાડાપણાનો ભોગ બની રહ્યા છે. વજન જો એકવાર વધવુ શરૂ થાય છે તો ઓછુ થવાનુ નામ લેતુ નથી. તેને ઓછુ કરવા માટે લોકો જીમ જોઈન કરે છે. ઉલ્લેખનીય છે કે જીમ જોઈન કરતા પહેલા તમારે તમારા ડાયેટ પર ધ્યાન આપવાની જરૂર છે. એક્સપર્ટ પણ સલાહ આપે છે કે વેટ લોસના પ્રોસેસમાં તમારે જીમથી વધુ તમારા ડાયેટ પર ધ્યાન આપવાની જરૂર છે. જો તમારુ ડાયેટ યોગ્ય હશે તો તમે સરળતાથી વજન ઘટાડી શકો છો. તમે તમારા આહારની શરૂઆત સારા નાસ્તાથી કરી શકો છો. આવો અમે તમને જણાવીએ કે વજન ઘટાડવા માટે તમારો નાસ્તો કેવો હોવો જોઈએ જેથી કરીને તમે વધતા વજનને નિયંત્રિત કરી શકો.
 
આ ફુડ્સને તમારા બ્રેકફાસ્ટમાં કરો સામેલ 
 
દલિયા - સવારના નાસ્તામાં ઢગલો શાકભાજી સાથે ઓટ્સ એટલે કે દલિયા બનાવી શકાય છે. આ પૌષ્ટિક છે.  આ તમારુ પેટ પણ ભરશે અને તેમા રહેલ ફાઈબર તમારા ખોરાકને પચવામાં મદદ કરશે.  મેટાબોલિજ્મ ઓછુ થશે અનેન વજન ઘટવુ શરૂ થશે. 
 
ઉપમા - જો  તમે તમારુ વજન ઓછુ કરવા માંગો છો તો સવારના નાસ્તા માટે ઉપમા એક સારો વિકલ્પ છે. રવામાં આયરન વિટામિન  B, મેગ્નેશિયમ, ફોલેટ અને ફોસ્ફરસ હોય છે જે વજન ઘટાડવામાં મદદરૂપ છે. તેનું સેવન કરવાથી તમને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. ઉપમામાં રહેલ પાચન ફાઇબર પાચનને સુધારે છે અને કબજિયાતથી રાહત આપે છે.
 
પૌઆ -  જો તમે નાસ્તામાં પૌઆ ખાશો તો તમને ભૂખ ઓછી લાગશે અને તમે લાંબા સમય સુધી ઉર્જાવાન પણ રહેશો. પૌઆનું સેવન કરવાથી તમારું મેટાબોલિઝમ પણ મજબૂત બને છે.
 
બેસના ચિલા - બેસનના ચિલા વજન ઓછુ કરનારાઓ માટે ખૂબ લાભકારી છે. સવારે નાસ્તામાં બેસનના ચીલા ખાવાથી ભૂખ કંટ્રોલ થાય છે. ઉલ્લેખનીય છે કે બેસનમાં કેલોરી ઓછી હોય છે અને ભરપૂર ફાઈબર હોય છે. જેને કારણે લાંબા સમય સુધી પેટ ભરેલુ લાગે છે. 
 
ઈડલી - સાઉથ ઈંડિયન ડિશ ઈડલી અને સાંભાર એક સારો નાસ્તો છે. ઈડલી અને સાંભારમાં પ્રોટીનની ભરપૂર માત્રા હોય છે.  સાથે જ તમે સાંભાર માં જુદા જુદા શાક નાખીને તેને વધુ હેલ્ધી બનાવી શકો છો. તેને ડાયજેસ્ટ કરવા સહેલા હોય છે.