ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 9 ઑગસ્ટ 2024 (09:14 IST)

એક ચપટી કાળા મરી અને એક ચમચી દેશી ઘી મગજ કરી દેશે શાંત, આ સમસ્યાઓનો છે બેજોડ ઈલાજ

Immune system will be strengthened
Immune system will be strengthened

 
મસાલામાં કાળા મરી અને ઘી તમારા દરેકના ઘરમાં સહેલાઈથી મળી જશે. ઘી અને કાળા મરી બંનેના આરોગ્ય માટે લાભકારી સાબિત થાય છે. પણ શુ તમે જાણો છો કે ઘી અને કાળા મરીના પાવડરને મિક્સ કરીને ખાવાથી ડબલ થાય છે.  કાળા મરી અને ઘી મિક્સ કરવાથી એક ગજબની આયુર્વેદિક દવા બની જાય છે. સ્વાસ્થ્ય માટે આ મિશ્રણ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. જાણો રોજ ઘી અને કાળા મરી મિક્સ કરીને ખાવાથી શુ ફાયદો થાય છે. 
 
ઘી અને કાળા મરી મિક્સ કરીને ખાવાના ફાયદા 
 
પાચન થશે મજબૂત - ઘી અને કાળા મરી મિક્સ કરીને ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે. તેનાથી કબજિયાતથી રાહત મળે છે. કાળા મરીમાં પાઈપરિન યૌગિક જોવા મળે છે જે શરીરમાં પાચન વધારનારા એંજાઈમ્સ પેદા કરે છે. બીજી બાજુ ઘી પાચનતંત્રને મુલાયમ બનાવે છે અને પેટને સાફ કરે છે. 
  
વજન ઘટાડવામાં મદદ - જે લોકો વેટ મેનેજમેંટ કરવામાં લાગ્યા છે તેઓ ઘી અને કાળા મરી પાવડરને મિક્સ કરીને ખાઈ શકે છે. તેનાથીવજન ઘટાડવુ સરળ રહેશે.  કાળા મરીમાં જોવા મળનારા પાઈપરિન નામના તત્વ શરીરમાં જમા ચરબીને ઘટાડવામાં મદદ કરે છે.  બીજી બાજુ દેશી ઘી શરીરને એનર્જી આપે છે. તેનાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 
 
માનસિક સ્વાસ્થ્યને સારુ બનાવો - મગજ તેજ કરવા માટે પણ કાળા મરી અસરદાર સાબિત થાય છે. બીજી બાજુ ઘી માં ઓમેગા 3 ફૈટી એસિડ જોવા મળે છે. જે મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઘી અને કાળા મરીનુ સેવન આંખો માટે ખૂબ સારુ માનવામાં આવે છે. 
 
સોજો ઘટાડે - ઘી અને કાળા મરીને મિક્સ કરીને ખાવાથી સોજા ઓછા થાય છે. આ બંને વસ્તુઓમાં એંટી ઈફ્લેમેટરી ગુણ જોવા મળે છે જે સોજાને ઓછા કરે છે. ગઠિયાના દર્દી માટે ઘી અને કાળા મરી લાભકારી સાબિત થઈ શકે છે. 
 
ઈમ્યુન સિસ્ટમ થશે મજબૂત - કાળા મરીમાં અનેક એંટીઓક્સીડેંટ્સ જોવા મળે છે જે સ્કિન અને વાળ માટે પણ લાભકારી હોય છે. બીજી બાજુ દેશી ઘી માં વિટામિન અને મિનરલ જોવા મળે છે જે ઈમ્યુનિટી ક્ષમતાને મજબૂત કરે છે. શરીરને બીમારીઓ અને સંક્રમણથી લડવામાં મદદ કરે છે. 
 
કેવી રીતે ખાવા કાળા મરી અને ઘી 
કાળા મરીને વાટીને પાવડર બનાવી લો અને દેશી ઘી લો. અત્યાર સુધી એક ચમચી ઘી માં 1 ચપટી કાળા મરીનો પાવડર મિક્સ કરો અને સવારે ખાલી પેટ ખાઈ લો.