સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 29 નવેમ્બર 2016 (10:54 IST)

શિયાળામાં શક્કરિયા ખાવાના આ લાભ જાણો છો તમે ?

સ્વીટ પોટેટો એટલે શક્કરિયાનું  સેવન શિયાળામાં લાભદાયક હોય છે. શિયાળામાં રૂટસવાળો ખોરાક ખાવો લાભદાયી છે કારણ કે તે  શરીરને ગરમ રાખે છે. શક્કરિયા  શિયાળામાં જ આવે છે.  જે ફેફસાં અને મુખના કેંસરથી રક્ષા કરે છે. 
 
શક્કરિયા ડાયટ્રી ફારબર અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. શક્કરિયા ખાવામાં તો મીઠા હોય છે એના સેવનથી લોહી વધે છે શરીર જાડું થાય છે. સાથે જ આ કામશક્તિને પણ વધારે છે.  કેસરિયા રંગના શક્કરિયામાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. એમાં રહેલ વિટામિન સી ત્વચામાં કોલોજિનનું  નિર્માણ કરે છે.  જેનાથી તમે હમેશા યુવાન અને ખૂબસૂરત રહો છો. 
 
શક્કરિયા શેકીને ખાવાથી હૃદયને સુરક્ષા મળે છે. એમાં હૃદયને પોષણ આપતા તત્વ હોય છે. 
 
શક્કરિયામાં ઘણા પોષક તત્વો  હોય છે જે શરીરની વધારાની ચરબીને ઓછી કરવામાં સહાયક હોય છે. 
 
* જે લોકો પાતળા થવા માંગે  છે તે શક્કરિયાને પોતાના ભોજનનું મુખ્ય હિસ્સો બનાવી લે.  કારણકે શક્કરિયા ખાવાથી પેટ વધુ સમય સુધી  ભરેલું રહે છે.  જેના કારણે તમે બહારની વસ્તુઓ ખાવાથી બચી શકો છો. 
 
શક્કરિયા રોગ પ્રતિરોધક ક્ષમતાને સારી  બનાવે છે. અલ્જાઈમર પાર્કિસન અને દિલના રોગોથી બચાવ માટે એનું સેવન કરો. 
 
* જ્યા સુધી બજારમાં શક્કરિયા દેખાતા રહે ત્યા સુધી તેનો  ઉચિત માત્રામાં ઉપયોગ કરવા જોઈએ. ધ્યાન રાખો કે તાજા અને નરમ શક્કરિયા વધારે લાભકારી હોય છે.