1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 3 એપ્રિલ 2015 (13:07 IST)

અનેક રોગોની એક દવા છે ટામેટાં

બ્લડ શુગર પર નિયંત્રણ - ટામેટામાં ઉચ્ચ ક્રોમિયમ તત્વ રહેલા છે. જે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીશના દર્દીઓ માટે ટામેટા નાસ્તાના રૂપમાં એક સારો વિકલ્પ છે. જ્યારે શુગરનુ સ્તર ગબડી જાય છે તો દર્દી ઉદાસ, સુસ્ત, ચિડચિડાપણુ અને ભૂખ્યુ થઈ જાય છે. આ દરમિયાન દર્દી કશુ પણ ખાઈ લેવાની સ્થિતિમાં આવી જાય છે. કકડીને ભૂખ લાગે એ પહેલા એક ટામેટું ખાઈ લેવાથી તમે ગમે તે ખાઈ લેવાની ઈચ્છા પર કાબૂ મેળવી શકો છો. 
 
દિલનો મિત્ર - ટામેટામાં જોવા મળતા પોટાશિયમ અને વિટામિન 'બી' ના કારણે તેઓ ખૂબ સારી રીતે કોલેસ્ટ્રોલના સ્તરને નીચે લાવવામાં મદદ કરે છે. સાથે જ આ સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ પણ ઓછુ કરે છે.  
 
આંખો માટે ફાયદાકારી - ટામેટા ખાનારાઓની આંખો તંદુરસ્ત રહે છે. ટામેટામાં વિટામિન 'એ' ની માત્રા ખૂબ હોય છે. જેનાથી દિવસ અને રાત દરમિયાન નજર સારી થઈ જાય છે. જો તમે આવનારા અનેક વર્ષો સુધી તમારી નજરને સારી રાખવા માંગો છો તો ટામેટા મદદરૂપ થઈ શકે છે.  
 
ત્વચા અને વાળ માટે - ટામેટામાં લાઈકોપેન હોય છે. જેનો ઉપયોગ ચેહરો સાફ કરનારા પદાર્થોમાં કરવામાં આવે છે. તેનુ છાલટુ કાઢી દસ મિનિટ સુધી માસ્કની જેમ ચેહરા પર મુકી શકો છો. વાળોમાં ચમક વધારવા માટે ટામેટાને મસળીને વાળમાં લગાવો. વાળ ચમકદાર થઈ જશે. ટામેટાં ખાવાથી વાળની જડ મજબૂત થાય છે. 
 
કેંસરથી બચાવનારુ - કૈસરની રોકથામ માટે ટામેટામાં અનેક લાભકારી ગુણ હોઈ શકે છે. ટામેટામાં ઉચ્ચ લાઈકોપીન તત્વ ફક્ત ત્વચા અને વાળ માટે જ નહી પણ પેટના કેસર અને કોલોરૈક્ટલનું જોખમ ઓછુ કરવામાં પણ ફાયદાકારી છે. સાથે જ પુરૂષોમાં પ્રોસ્ટેટ કેંસરનુ સંકટ ઓછુ કરે છે.  
 
કાચા ટામેટાં વધુ સારા - તેમા એંટીઓક્સીડૈટ્સ પણ હોય છે. વિટામિન 'સી' નો જે ફાયદો કાચા ટામેટાથી મળે છે તે ગેસ પર બનાવેલ ટામેટાથી નથી મળતો.  સારા ફાયદા માટે કાચા અને શાક બનાવેલ ટામેટાના મિશ્રણનુ સેવન કરવુ જોઈએ. 
 
મજબૂત હાંડકા - ટામેટા વિટામિન 'કે' અને કેલ્શિયમથી ભરપૂર છે. જે હાડકાંને મજબૂત કરવામાં મદદ કરે છે. આ તત્વ હાંડકાના  રિપેરિંગમાં મદદ કરે છે.