ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 17 જુલાઈ 2023 (18:16 IST)

Eye Conjunctivitis - આંખ આવવી (કંજક્ટિવાઈટિસ) શુ હોય છે ? જાણો આંખ આવવાના કારણો, લક્ષણો અને ઉપાય

આંખ આવવી કે કંજક્ટિવાઈટિસ શુ હોય છે ( What is Conjunctivitis?)
 
-  આંખ ખૂબ જ નાજુક અને સંવેદનશીલ હોય છે. જો તેની સાથે થોડી પણ સમસ્યા થાય તો તરત જ લક્ષણો દેખાવા લાગે છે.
 
- આંખો આવવી કે ગુલાબી આંખ સાથે જોડાયેલી આવી જ એક સામાન્ય સમસ્યા છે, જેને ચિકિત્સીય ભાષામાં કંજક્ટિવાઈટિસ કહેવામાં આવે છે.
 
-  તે એક્યુટ અથવા ક્રોનિક બંને સ્વરૂપમાં હોઈ શકે છે અને તે બે અઠવાડિયામાં તેની જાતે જ ઠીક થઈ જાય છે.
 
-  પણ ઘણા લોકોમાં કંજક્ટિવાઈટિસના કારણે ગંભીર લક્ષણ જોવા મળે છે જેનો તરત જ ઈલાજ કરવો જરૂરી છે. 
 
- આમ તો આ સમસ્યા કોઈને પણ થઈ શકે છે, પણ ગરમ અને ભેજવાળા વાતાવરણમાં તેનો હોવાનો ખતરો વધુ હોય છે. 
 
જાણો શું છે કંજક્ટિવાઈટિસ ? (આંખની સૌથી સામાન્ય સમસ્યા)
આપણી આંખોમાં પારદર્શક પાતળી પટલ હોય છે, કોન્જક્ટીવા, જે આપણી પોપચાની અંદરના ભાગને અને આંખના પ્યુપિલના સફેદ ભાગને ઢાંકી દે છે, જો તેમાં સોજો આવે અથવા ચેપ લાગે તો તેને આંખ આવવી અથવા કંજક્ટિવાઈટિસ કહેવાય છે.
 
જ્યારે કન્જક્ટિવમાં નાની-નાની રક્તવાહિનીઓ ફૂલી જાય છે, ત્યારે તે વધુ સ્પષ્ટ રીતે દેખાય છે અને આંખનો સફેદ ભાગ લાલ કે ગુલાબી દેખાય છે. તેથી જ તેને પિંક આઈ પણ કહેવામાં આવે છે.
 
કંજક્ટિવાઈટિ ની સમસ્યા આંખોમાં બેક્ટેરિયા કે વાયરસના સંક્રમણ કે એલર્જીક રિએક્શનને કારણે થઈ શકે છે.   
 
નાના બાળકોમાં ટિયર ડક્ટ (અશ્રુ નલિકા)નુ પુર્ણ રૂપે ખુલ્લુ ન હોવુ પણ મોટેભાગે પિંક આઈની સમસ્યા બને છે.  
 
આ એક અત્યંત સંક્રામક સ્થિતિ છે. તેથી તેનો તરત જ ઈલાજ જરૂરી છે. 
 
શુ છે કારણ ? 
 
-નવજાત બાળકોમાં ટિયર ડક્ટના બંધ થવાને કારણે કંજક્ટિવાઈટિસની સમસ્યા થઈ શકે છે. 
 
- અન્ય લોકોમાં સંક્રમણ એલર્જી, રસાયણોનુ એક્સપોજર આનુ કારણ બની શકે છે. 
 
વાયરલ કંજક્ટિવાઈટિસ
 
આના મોટાભાગના મામલા એડેનોવાયરસને કારણે થાય છે. આ ઉપરાંત હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ, વૈરિસેલા જોસ્ટર વાયરસ અને અન્ય વાયરસ જેમા કોરોના વાયરસ પણ સામેલ છે. તેનુ કારણ બની શકે છે. 
 
વાયરલ કંજક્ટિવાઈટિસ સામાન્ય રીતે એક આંખમાં થાય છે. અને થોડા દિવસમાં બીજા આંખમાં પણ ફેલાય છે. 
 
બેક્ટેરિયલ કંજક્ટિવાઈટિસ
કેટલાક બૈક્ટેરિયાના સંક્રમણને કારણે પણ કંજક્ટિવાઈટિસ થઈ જાય છે. વાયરસ અને બેક્ટેરિયા બંનેથી થનારા કંજક્ટિવાઈટિસ સંક્રમક હોય છે. 
 
સંક્રમિક વ્યક્તિની આંખોથી નીકળનારા ડિસચાર્જના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવવાથી આ ફેલાય શકે છે. 
 
સંક્રમણ એક કે બંને આંખોમાં થઈ શકે છે. 
 
એલર્જીક કંજક્ટિવાઈટિસ 
 
એલર્જી કરનારા પદાર્થો જેવા પરાગકણ વગેરેના સંપર્કમાં આવતા એકર્જિક કંજક્ટિવાઈટિસ થઈ શકે છે. 
 
રસાયણોનુ એક્સપોજર 
 
આંખો જ્યારે કોઈ રસાયણના સંપર્કમાં આવે છે કે તેમા બહારની કોઈ વસ્તુ જતી રહે છે ત્યારે પણ કંજક્ટિવાઈટિસના લક્ષણ જોવા મળે છે.  પણ સામાન્ય રીતે આ લક્ષણ એક દિવસમાં આપમેળે જ ઠીક થઈ જાય છે. 
 
શુ છે આના લક્ષણ 
 
કંજક્ટિવાઈટિસ ખૂબ અસુવિદ્યાજનક હોઈ સકે છે પણ ખૂબ જ દુર્લભ કેસમાં તેનાથી દ્રષ્ટિ પ્રભાવિત થાય છે 
 
આ ખૂબ સંક્રામક હોય છે. અને ખૂબ જ ઝડપ થી બીજા લોકોમાં ફેલાય શકે છે. તેથી આ લક્ષણ દેખાય તો સતર્ક થઈ જાવ. 
 
-  એક અથવા બંને આંખોનો લાલ કે ગુલાબી દેખાવવી.
-  એક અથવા બંને આંખોમાં બળતરા અથવા ખંજવાળ.
- સામાન્ય કરતાં વધુ આ આંસુ નીકળવા. 
- આંખોમાંથી પાણી જેવો ઘટ્ટ સ્ત્રાવ  
-  આંખોમાં કંઈક ખુંચવા જેવુ થવુ 
-  આંખોમાં સોજો આવવો આ લક્ષણ સામાય રીતે એલર્જિક કંજક્ટિવાઈટિસને કારણે દેખાય છે. 
 
રિસ્ક ફેક્ટર (જોખમી કારણો) 
 
કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં આવવુ જેને વાયરલ કે બૈક્ટેરિયલ કંજક્ટિવાઈટિસ છે. 
- કોઈ એવી વસ્તુના સંપર્કમાં આવવુ જેનાથી તમને (એલર્જીક કંજક્ટિવાઈટિસ) એલર્જી છે 
- રસાયણોનુ એક્સપોજર - જેવુ કે સ્વિમિંગ પુલના પાણીમાં રહેલ ક્લોરિનના સંપર્કમાં આવવુ. 
- કાંટેક્ટ લેંસનો ઉપયોગ કરવો, ખાસ કરીને સતત તેને લાંબા સમય સુધી લગાવી રાખવા. 
 
સંક્રમણનો ફેલાવો કેવી રીતે અટકાવવો?
 
કંજક્ટિવાઈટિસને ફેલાતો અટકાવવા માટે સ્વચ્છતા રાખવી સૌથી જરૂરી છે, આ સિવાય આ બાબતોનું પણ ધ્યાન રાખો:
 
તમારા હાથથી તમારી આંખોને સ્પર્શ કરશો નહી 
જ્યારે પણ જરૂરી હોય ત્યારે તમારા હાથ ધોવા.
તમારી અંગત વસ્તુઓ જેમ કે ટુવાલ, ઓશીકું, આંખના સૌંદર્ય પ્રસાધનો વગેરે કોઈની સાથે શેર ન કરો.
તમારા રૂમાલ, ઓશીકાના કવર, ટુવાલ વગેરે રોજ ધોવા.
 
કયા કિસ્સામાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ ?
આંખોમાં તીવ્ર દુખાવો.
આંખોમાં તીવ્ર ડંખવાળી સંવેદના.
ઝાંખી દ્રષ્ટિ
પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા.
આંખોની અતિશય લાલ થઈ જવી. 
 
ઉપચાર
કંજક્ટિવાઈટિસ ઘણા કારણોસર થાય છે, સારવાર તેના કારણ પર આધારિત છે.
 
-  મોટા ભાગના કિસ્સાઓમાં, રસાયણોના સંપર્કમાં આવતા કંજક્ટિવાઈટિસ 1-2 દિવસમાં તેની જાતે જ ઠીક થઈ જાય છે.
- અન્ય કારણોથી થતા કંજક્ટિવાઈટિસ માટે ચોક્કસ સારવાર વિકલ્પો ઉપલબ્ધ છે.
 
- વાયરલ કંજક્ટિવાઈટિસ - વાયરલ કંજક્ટિવાઈટિસ માટે કોઈ ઉપચાર નથી. 7-8 દિવસમાં તેના લક્ષણોમાં આપમેળે જ સુધાર આવી જાય છે. જો કે વોર્મ કમ્પ્રેસ (કપડાને હલકા ગરમ પાણીમાં ડુબાડીને આંખો પર મુકવા)થી આરામ મળે છે. 
 
બેક્ટેરિયલ કંજક્ટિવાઈટિસ : કોઈપણ બેક્ટેરિયલ ચેપ માટે એન્ટિબાયોટિક્સ એ સૌથી સામાન્ય સારવાર છે. બેક્ટેરિયલ કંજક્ટિવાઈટિસમાં એન્ટિબાયોટિક આંખના ટીપાં અને મલમ (મલમ/જેલ)ના ઉપયોગથી, આંખો થોડા દિવસોમાં સામાન્ય અને સ્વસ્થ બની જાય છે.
એલર્જીક કંજક્ટિવાઈટિસ: એલર્જીક કંજક્ટિવાઈટિસમાં, અન્ય લક્ષણોની સાથે આંખોમાં સોજો પણ આવે છે. તેથી, તેની સારવારમાં એન્ટિ-હિસ્ટામાઇન આંખના ટીપાં સાથે બળતરા વિરોધી આંખના ટીપાં પણ આપવામાં આવે છે.