1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 19 એપ્રિલ 2024 (07:26 IST)

World Liver Day 2024: પેશાબમાં પીળાશ અને ભૂખ ન લાગવી, કેવી રીતે જાણશો કે તમારું લીવર ડેમેજ થઈ રહ્યું છે ?

Fatty Liver Disease
આપણી લાઈફસ્ટાઈલને  કારણે આપણું લીવર સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યું છે. આપણે જે પણ અનહેલ્ધી ખાઈએ છીએ તેને ફિલ્ટર કરવા માટે લીવરને સખત મહેનત કરવી પડે છે. આવી સ્થિતિમાં લોકોને ફેટી લિવર, લિવર સિરોસિસ અને લિવર કેન્સર જેવી સમસ્યાઓ થઈ રહી છે.

 
હજુ પણ સમય છે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું છોડી દો. છેલ્લા કેટલાક વર્ષોમાં લાઇફ સ્ટાઈલના રોગો ઝડપથી વધી રહ્યા છે. ખાવાની ટેવ અને લાઇફ સ્ટાઈલ પ્રત્યે બેદરકારી તમારા હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને તમારો ખોરાક લીવરને બીમાર કરી રહ્યો છે. લીવર શરીરના અન્ય અંગો જેવા  કે હાર્ટ, ફેફસાં અને કિડની સાથે જોડાયેલું છે. એકવાર લીવર સાથે જોડાયેલ બિમારી થઈ તો  સમગ્ર ઈમ્યુન સીસ્ટમ બગડી શકે છે. શરીરમાં ઈન્ફેકશન થવાનું સંકટ  વધે છે અને બીમારીઓ અટેક કરવા માંડે  છે.

લીવર શું કામ  કરે છે?
લીવર આપણા શરીરમાં સૌથી વધુ સક્રિય અંગ છે. લીવર કદમાં મોટું છે અને રીજનરેટ  કરવાની ક્ષમતા હોય છે. પરંતુ તમારી ખરાબ જીવનશૈલી લીવરને બીમાર બનાવી રહી છે અને તેના કારણે લીવર શરીરને 100 બિમારીઓ આપી રહ્યું છે. લિવર શરીરમાં ખોરાક પચાવવા, સંક્રમણ સામે લડવાનું, શુગરને કંટ્રોલ કરવા અને શરીરમાંથી ટોક્સીન દૂર કરવાનું કામ કરે છે. લિવર શરીરમાં પ્રોટીન ઉત્પન્ન કરે છે અને જરૂરી પોષક તત્વોને એકત્ર કરવાનું પણ કામ કરે છે. સ્વસ્થ રહેવા આપણું શરીર માટે જે કાર્યો કરે છે તે બધા લીવર ઓપરેટ કરે છે.

લીવરની બીમારીઓ કઈ કઈ  છે?
ફેટી લીવર
લીવર સિરોસિસ
કમળો
હીપેટાઇટિસ
લીવર ડેમેજ  
 
લીવર ડેમેજના લક્ષણો
 
પેશાબનો પીળો રંગ
ભારે થાક
પેટ દુખવું 
ઉલટી
 આંખો પીળી થવી
નિસ્તેજ ત્વચા
ભૂખ ન લાગવી
 
 
લીવર શું કામ કરે છે?
ખોરાકને પચાવે  
સંક્રમણ સામે લડવું
સુગરનું નિયંત્રણ
ટોક્સીન કાઢવા 
પ્રોટીન બનાવે 
પોષણ સબમિશન
લોહીને ફિલ્ટર કરો
કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે છે
રોગપ્રતિકારક શક્તિ વધારો