world-pneumoniaday-2021 - આ 4 વાતો જે ન્યુમોનિયાથી દૂર રાખશે

Last Modified શુક્રવાર, 12 નવેમ્બર 2021 (15:14 IST)
વિટામિન ડી : : ટીબી અને ન્યુમોનિયાથી બચાવે છે

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે વિટામિન ડી શરીરને ક્ષય રોગના ચેપ સામે લડવામાં મદદ પૂરી પાડી શકે છે અને તે દર્દીને ઝડપથી આ ખતરનાક બીમારીમાંથી ઉગરવામાં સક્ષમ બનાવી શકે છે.
યુનિવર્સિટી ઓફ લંડનમાં ક્વીન મેરીના સંશોધકોના નેતૃત્વમાં કરવામાં આવેલા અભ્યાસમાં જોવા મળ્યું કે એન્ટીબાયોટિક ઇલાજ સિવાય વિટામિન ડીનો વધુ ખોરાક આપવામાં આવવાથી ક્ષયના દર્દીઓને ઝડપથી ઉગરવામાં મદદ મળે છે.

આ 4 વાતો જે ન્યુમોનિયાથી દૂર રાખશે

કોરોનાકાળમાં માસ્ક પહેરવાનું ન ભૂલવું.
સાબુ અને પાણીથી હાથ જરૂરથી ધોવા.
સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું.
પાણી ઉકાળી અને ઠંડું કર્યા પછી પીવું.
આ નિષ્કર્ષ એ વાતોનો સંકેત આપે છે કે વિટામિનનો વધુ ખોરાક ફેફસાને વધુ ક્ષતિ પહોંચાડ્યા વગર શરીરમાં ચેપ વધારનારી પ્રતિક્રિયાને ઓછી કરી શકે છે.
ક્ષયના દર્દીઓને રોગમાંથી ઉગરવા માટે પ્રેરિત કરવાની સાથે પરિણામો દર્શાવે છે કે વિટામિન ડીનો ખોરાક દર્દીઓને ન્યુમોનિયા જેવી અન્ય બીમારીઓમાંથી ઉગરવામાં પણ મદદરૂપ બની શકે છે.


આ પણ વાંચો :