શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 5 જાન્યુઆરી 2015 (15:47 IST)

ચીઝ ખાનારા પુરૂષોની પિતા બનવાની શક્‍યતા પર ખતરો

વધુ પડતી ચીઝ ખાનારા પુરૂષોની પિતા બનવાની શક્‍યતા પર ખતરો ઉભો થાય છે. હાર્વર્ડ યુનિવર્સિટીના નવા અભ્‍યાસમાં જણાવાયુ છે કે દિવસમાં ચીઝની ત્રણ સ્‍લાઇસ અથવા ૮૪ ગ્રામ ચીઝ ખાનારા પર ખતરો છે. નિયમીતપણે લાંબા સમય સુધી ચીઝનું પ્રમાણ દૈનિક આહારમાં વધુ રાખવામાં આવે તો ગંભીર અસર થઇ શકે છે.

   અભ્‍યાસ કરનારાઓને એ પણ જોવા મળ્‍યુ હતું કે અમુક કિસ્‍સા એવા પણ છે જેમાં ઓછા પ્રમાણમાં લેવાતો ચરબીયુક્‍ત ડેરીનો ખોરાક અમુકની પ્રજનનક્ષમતા પર ગંભીર અસર કરે છે. દરરોજ ચીઝની ત્રણ સ્‍લાઇસ ખાનારાઓના શુક્રાણુઓની ગુણવત્તા બીજાની સરખામણીમાં ઘણી નીચલી કક્ષાની હોય છે. એક સ્‍લાઇસમાં ૨૮ ગ્રામ ચીઝ હોય છે. અભ્‍યાસ કરનારાઓએ ૧૯ થી ૨૫ વર્ષના ૧૮૯ યુવાનો પર અભ્‍યાસ કર્યો હતો. આમાં ઘણા યુવાનો ફિટ અને રોજ ઓછામાં ઓછી દોઢ કલાક કસરત કરનારા હતાં. બ્રેડ, બટર, ચીઝ તમે કઇ કંપનીના ખાવ છો અને તે કેટલા જૂના છે તેનો ખ્‍યાલ રાખવો જોઇએ. શક્‍ય હોય તો ગાય કે ભેંસનું દુધ કે માખણ ખાવુ જોઇએ.