1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 23 જુલાઈ 2015 (17:56 IST)

પેઢાની સમસ્યા અને ઉકેલ

સ્વસ્થ પેઢા એટલે કે ગુલાબી રંગની દાંતના મૂળના ભાગને ઢાંકતી ચાદર પેઢા દાંતની આસપાસ ટાઇટ સીલ થઇને રહે છે અને તેની નીચેના હાડકાના ભાગને પણ સપોર્ટ આપે છે. પેઢાને સાયન્સની ભાષામાં જીન્જાઇવા કહેવાય છે. પેઢા આપણને જમવામાં, બોલવામાં, દેખાવમાં (એન્થેટીડસ)માં મદદપ થાય છે.

આપણાં મોંહમાં બેકટેરિયા હોય છે. આ બેકટેરિયા થુંક અન્ય ખાવાના પદાર્થો જોડે જો બરોબર બ્રશ ન થાય અથવા દાંતની ગોઠવણને કારણે બધી જગ્યા પર ન પહોંચતું હોય તો ત્યાં છારી બાઝવાનું શ કરે આને ‘પ્લાક’ કહેવાય છે. આ ડિપોઝીટ નરમ હોય છે.

પ્લાક

પ્લાક લાંબો સમય દાંત પર રહે તો તેમાંથી ઝેરી પદાર્થો નીકળે જે પેઢામાં ઇન્ફલામેશન કરે જેને જીન્જીવાઇટોસ કહેવાય છે. નિયમિત સ્કેલિંગ એટલે કે ડેન્ટિસ્ટના મશીનથી થતી સફાઇથી છારી દૂર થાય તો પેઢુ પાછું થોડો સમયમાં સ્વસ્થ થઇ શકે છે. જો આ છારીની કાળજી ન રાખવામાં આવે તો, તે વધારે ને વધારે જટીલ બનતી જાય છે. જે કેલ્કયુલશ નામની કડક એવું દુધિયા અથવા કાળા જેવા રંગની છારીમાં પરિણામે છે. આ છારી દાંતની આજુબાજુના પેઢા અને હાડકાને નુકસાન પહોંચાડે છે જેને પાયોરિયા એટલે કે પેરિયોડોન્ટાઇટીસ કહેવામાં આવે છે. આ રોગ કોઇપણ ઉમર પર થઇ શકે છે પણ 35થી વધારેની ઉમરના લોકોમાં આ રોગ વધારે જોવા મળે છે.

લક્ષણો

(1)   પેઢા સોજી જવા. (2) પેઢાનો રંગ ખૂબ લાલ કે જાંબલી જેવો થતો દેખાય. (3) પેઢાને લગાવવા પર ટેન્ડર (નરમ) લાગે (4) પેઢા દાંત પરથી ઉતરી જવા જેના કારણે દાંત નોર્મલથી વધારે લાંબા લાગે અને જીન્જીઇવલ રીસ્શેશન કહેવાય છે. (5) મોઢામાં ચીકાશ આવવી. (6) થુંકતા લોહી આવવું (7) મોઢામાંથી દુર્ગંધ આવવી, (8) દાંત વચ્ચે નવી જગ્યા બનવી.
જોખમી પરિબળો

(1) તમાકું, સોપારી અને સ્મોકિંગ કરતા લોકોમાં દાંતમાં પર આવતા અસામાન્ય દબાવને કારણે થતું ઇરિટેશન (2) સ્ત્રીઓમાં થતાં હોર્મોનલ ચેન્જીસના કારણે પેઢામાં થતાં ફેરફારને કારણે જીન્જીવાઇટીસ થવાની શકયતા વધી જાય છે. (3) ડાયાબીટીસ હોય એમને રેગ્યુલર ચેકઅપ કરાવવા જોઇએ. આ લોકોને પેઢાના રોગ થવાની શકયતા વધારે હોય છે. (4) પ્રેગ્નન્સી દરમિયાન પેઢા ફુલી જવા પહેલાં અથવા ત્રીજા મહિના દરમિયાન સારવાર ન કરાવી શકાય તો પેઢામાં થતાં રોગોની તીવ્રતા વધી શકે છે. (5) લોહીના અમુક રોગો અને વિટામીન ‘સી’ની ઉણપ્ના કારણે તથા રોગ જેમકે સ્કવી તથા લાંબા સમય સુધી થયેલી બિમારીના લીધે અને દવાની આડઅસર તથા યોગ્ય સફાઇ ન થતાં પેઢાના રોગ થઇ શકે છે.

નિદાન

ઉપરોક્ત વર્ણવેલ લક્ષણો દર્દીમાં જણાય તો પેઢાના રોગના નિષ્ણાતને બતાવવું જોઇએ. ડોકટર દ્વારા દર્દીનું કલીનીકલ એકઝામિનેશન કરવામાં આવે છે. જેમાં નરી આંખે દેખાતી છારીનું પ્રમાણ પેઢા કેટલાં અંશે ફુલેલા છે તે લોહી કે પની માત્રા તથા દાંત અને પેઢા તથા હાડકાનું લેવલ માપવામાં આવે છે. મોટો એકસ-રે ઓ.પી.જી. લેવામાં આવે છે.

સારવાર

સૌ પ્રથમ દાંતની સફાઇ કરવામાં આવે છે જેને સ્કેલિંગ કહેવાય છે.
દાંતના મૂળીયા ખરબચડા થઇ ગયા હોય માટે છારી કાઢયા બાદ ટ પ્લેનિંગ કરવામાં આવે છે.
જો આનાથી પેઢા સ્વસ્થ ના થયા હોય અથવા હાડકું વધારે ઓગળી ગયું હોય તો ફલેપ સર્જરી કરવામાં આવે છે. જેમાં દાંતની આજુબાજુના પેઢાને ખોલી કાઢીને સાફ કરવામાં આવે છે. જો હાડકાની નીચે બેસી ગયા હોય તો તેની સારવાર કરવા માટે હાડકાની આજુબાજુમાં હાડકું બને તેવો પાવડર નાખવામાં આવે છે.
ત્યારબાદ ટાંકા લેવામાં આવે છે જે 7 દિવસ પછી ખોલવામાં આવે છે.
રોગની સારવાર બાદ યોગ્ય રીતે બ્રશ કરવું, દાંતની વચ્ચેની જગ્યામાં ફલોશ કરવું અને કોગળા માટે માઉથવોશ તથા એન્ટી માઇક્રોબિયલ જેલ લગાવીને તેની માવજત કરવામાં આવે છે.