શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વાર્તા|

સુર, સંગીતથી મજબૂત બને છે દિલ

મનપસંદ સંગીતની ધુનો દિલને આરામ આપી શકે છે, વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સુર અને સંગીત તમારા દિલને મજબૂત બનાવી શકે છે.

અમેરિકામાં મેરીલેન્ડ મેડિકલ સેન્ટરના હ્રદયરોગ વિશેષજ્ઞ માઇકલ મિલરના નેતૃત્વમાં કરવામાં આવેલ સર્વેક્ષણમાં આ વાત બહાર આવી છે. ડો. મિલરે કહ્યું હતું કે, મનપસંદ સંગીત સાંભળવાથી લોહીની કોશિકાઓ એવી રીતે ફેલાય છે કે જે રીતે હસવાથી, વ્યાયામ કરવાથી કે હ્ર્દય રોગની દવા લેવાથી ફેલાય છે.

ડો.મિલરે કહ્યું હતું કે, સંગીત સાંભળતી વખતે રક્ત કોશિકાઓના પરિઘમાં પ્રભાવી રૂપથી વધારો થાય છે. તેમણે કહ્યુ કે, સંગીત સાંભળતી વખતે રક્ત કોશિકાઓમાં જેટલો પ્રસાર થાય છે તેનાથી લોહીના ભ્રમણમાં એટલી જ સરળતા રહે છે. જેના કારણે હ્રદયરોગના હુમલાનો અવકાશ રહેતો નથી.

તેમણે કહ્યું કે, આનો મતબલ એ છે નથી કેસસ રોગીએ દવા અને વ્યાયામ બંધ કરી માત્ર સંગીત સાંભળવાનું શરૂ કરી દેવું જોઇએ. પરંતુ પોતાની દિનચર્યામાં દિલને રાહત આપવા માટે કેટલોક સમય મનપસંદ સંગીત સાંભળવું જોઇએ.