શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

હેલ્થ કેર : ડાયેરિયાથી બચવાના ઉપાયો

P.R
એક સમય હતો જ્યારે ડાયેરિયા(અતિસાર) જેવી બીમારીને મહામારી જાહેર કરી દીધી હતી. જોકે આજે તો આપણી પાસે ચિકિત્સા માટે ઘણાં વિકલ્પો ઉપલબ્ધ છે પણ આ બીમારી આજે પણ એટલી જ જોખમી છે.

ડાયેરિયાથી બચવા માટે ડૉક્ટરો સલાહ આપે છે કે ઋતુ બદલાતાની સાથએ બહારનું ભોજન ન લેવું જોઇએ અને ભોજન કરતા વધુ ધ્યાન પાણી અને પ્રવાહી પદાર્થો પર આપવું જોઇએ.

સામાન્યપણે સારા સ્વાસ્થ્ય જ્યુસ લેવાની સલાહ આપવામાં આવે છે. પણ જેવી-તેવી જગ્યાઓ પરથી જ્યુસ લેવું તમારા સ્વાસ્થ્ય માટે સહેજપણ સારું નથી. દૂષિત આહાર અને પાણીના સેવનથી થતી બીમારીઓ ટાયફોઇડ, કમળો, ડાયેરિયા છે અને દૂષિત આહાર કે પાણીના સેવનથી તમારી કિડની પણ ખરાબ થઇ શકે છે.

જો આ અણધારી બીમારીઓથી બચવું હોય તો હવે પછી બહારનો આહાર લેતા પહેલા નીચેની બાબતો ધ્યાનમાં રાખો...
- તમે બહારનો કોઇ આહાર લઇ રહ્યા છો તો ધ્યાન રાખો કે તે સારી રીતે રંધાયો છે કે કાચો જ રહ્યો છે.
- ઠંડા પદાર્થો જેવા કે ખુલ્લા જ્યુસ કે ખુલ્લી મીઠાઇઓ સહેજપણ ન ખાઓ કારણ કે તેનાથી ઇન્ફેક્શન વધી જાય છે.
- જો તમે માંસાહારી છો તો ઘરે જ સારી રતે રાંધેલા આહારનું સેવન કરો અને બહારનો માંસાહારી આહાર બિલકુલ ન લો.
- દૂષિત આહાર અને પાણીથી શરીરના બ્લડ પ્રેશરનું સ્તર ઓછું થઇ જાય છે અને તાવ પણ આવી શકે છે.
- તાજા ફળો અને શાકભાજીઓ ખાઓ અને ફળો અને શાકભાજી સારી રીતે ધોયેલા જ ખાઓ.

ડાયેરિયાના કારણો - ડાયેરિયા મુખ્યરૂપે બેક્ટેરિયા કે વાઇરસના ઇન્ફેક્શનને કારણે થાય છે. તેના સામાન્ય કારણો આ પ્રમાણે છે...
- દૂષિત આહાર કે પાણીનું સેવન.
- કોઈ એવી બીમારી જેનાથી આંતરડામાં ઇન્ફેક્શન ફેલાય.
- આ બીમારી બાળકોમાં વધુ હોય છે. બાળકોમાં તેનું કારણ કોઇ પ્રકારનો ડર અને યુવાઓમાં કોઇ પ્રકારનો તણાવ હોઇ શકે છે.