શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 27 જૂન 2014 (17:46 IST)

હેલ્થ કેર - નસકોરાથી છુટકારો મેળવવા માંગતા હોય તો આટલુ કરો

નસકોરાને કારણે આપણને ક્યારેક શરમ પણ આવતી હોય છે. 
 
ઊંઘ દરમિયા જો તમારા નસકોરા બીજા માટે મુશ્કેલીનું કારણ બને અને નસકોરાં બોલાવવાને કારણે તમે અનેકવાર શરમ અનુભગો તો તેનાથી છુટકારો મેળવવાનો ખૂબ જ સહેલો ઉપાય અજમાવો. 
 
નસકોરાં માત્ર શરીરના થાકને કારણે જ નહી પણ આરોગ્ય સાથે સંકળાયેલ કેટલીક સમસ્યાઓ ખાસ કરીને દિલ સાથે જોડાયેલ રોગોનુ પણ લક્ષણ હોય છે. 
 
આવામાં સૂતી વક્ખતે તમે તમારી મુદ્રા સંબંધી જરૂરી સાવધાનિઓ રાખીશો તો જરૂર નસકોરાંથી છુટકારો મેળવી શકશો. 
 
આટલી વાતોનું ધ્યાન રાખો 
 
 
સામાન્ય રીતે થાક કે ઊંઘની ગડબડને કારણે તમને સૂતી વખતે નસકોરાં આવે છે તો તમે ઊંઘની પોઝિશનનીમાં થોડી સાવધાની રાખીને નસકોરાંથી છુટકારો મેળવી શકો છો. 
 
પણ જો તમને બધી મુદ્રામાં સૂતા નસકોરાં આવતા હોય તો દિલ સંબંધી રોગ કે સ્લીપ એપનિયા હોઈ શકે છે. 
 
પીઠના બળે ઊંઘતા ધ્યાન રાખો 
પીઠના બળ પર સૂવા દરમિયાન નસકોરાં આવવાની આશંકા વધુ હોય છે. પણ જો તમને ઊંઘ અ જ મુદ્રામાં આવતી હોય તો તેનો પણ ઉપાય છે. સૂતી વખતે માથા નીચે ઊંચુ ઓશિકુ મુકવાથી નસકોરા નહી આવે. 
 
પડખુ લેતી વખતે 
 
પડખુ લઈને સૂતા હોય તો સૂતી વખતે તમારી શર્ટમાં એક ટેનિસ બોલ નાખી દો. ઊંઘ દરમિયાન આ બોલની ગતિને કારણે નસકોરાં આવતા બંધ થઈ જાય છે.