1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: કાબુલ , રવિવાર, 17 ઑગસ્ટ 2008 (16:02 IST)

અફઘાનિસ્તાનમાં વિસ્ફોટઃ10 પોલીસનો મોત

અફઘાનિસ્તાનનાં દક્ષિણ પ્રાંતનાં કંધારમાં આજે સવારે પોલીસનાં વાહનોમાં બોમ્બ વિસ્ફોટ થવાથી 10 પોલીસ જવાનોનાં મોત થયાં હતાં.

કંધાર પોલીસનાં પ્રમુખ મુતિલ્લાહ ખાને રાજ્યનાં શાહવાલી કોટ જિલ્લામાં થયેલાં બોમ્બ વિસ્ફોટ માટે અફઘાનિસ્તાનનાં દુશ્મન એવાં તાલીબાનોને જવાબદાર ઠેરવ્યાં હતાં.

ખાને જણાવ્યું હતું કે પોલીસનું વાહન પેટ્રોલીંગ કરી રહ્યું હતું. ત્યારે રસ્તાની કિનારે બોમ્બ પડ્યો હતો. અને, પોલીસનું વાહન તે બોમ્બ સાથે અથડાતાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે તેમાં બેઠેલા તમામ પોલીસનાં જવાનો માર્યા ગયા હતાં.