છેવટે મુશર્રફે રાજીનામુ આપ્યુ
ઈસ્લામાબાદ, પાકિસ્તાનના રાષ્ટ્રાધ્યક્ષ પરવેઝ મુશર્રફે રાજીનામુ આપશે ખરા ? આ વિષયની ચર્ચા જોરો પર હતી. આજે એક વાગે મુશર્રફે પોતાના ભાષણની શરૂઆત કરી અને પોતાના કામની ચર્ચા કરતા દરમિયાન તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. 1999 પછી મુશર્રફે પાક.ને નવી ઓળખ આપી. આ પહેલા પાક. ને આંતરરાષટ્રીય ક્ષેત્રે કોઈ ખાસ ઓળખતુ નહોતુ. તેમને જણાવ્યુ કે પાકમાં અમે આર્થિક વિકાસ તો કર્યો જ સાથે સાથે અમે દેશની પ્રાથમિક જરૂરિયાતની પૂર્તિ કરવા માટેનો દાવો પણ તેમણે જ કર્યો. દેશના યુવાનો ભટકી રહ્યા હતા, તેમને શિક્ષા શુ છે તેની જાણ પણ નહોતી, આવા સંજોગોમાં યુવાનો અને શિક્ષણ જગતની ગાડીને હું પાટા પર લાવ્યો. મેં પાકની જનતાને અત્યાર સુધી રાજકારણના જંગલથી અનેકવાર બચાવ્યુ છે. રાજકારણીઓ ફક્ત પોતાનો જ સ્વાર્થ સાધે છે, તેમણે પાક.ની ઓળખ બદલી છે. અત્યાર સુધીના રાજકારણ સંકટનુ નિવારણ પણ મેં જ કર્યુ છે. મારા પર આરોપો છે કે હુ સત્તાધારીઓના વિરોધમાં કાવતરુ રચુ છુ, પણ આવુ હોત તો પાકમાં હું લોકશહીની સ્થાપના જ થવા દીધી ન હોત. મને છેલ્લા આઠ વર્ષના અનુભવનો ફાયદો સરકારને મળે તેથી તેઓ મને પાક.થી અળગો કરવા માગી રહ્યા છે. મને મારા કરેલા કામો પર વિશ્વાસ છે. તેથી હુ આજે છાતી ઠોકીને કહુ છુ કે મારા માટે મારા દેશનુ હિત સર્વોપરી છે. અમેરિકામાં આતંકવાદી હુમલો થયા પછી આખા જગતમાં પાક. નુ નામ બદનામ થયુ, આનો સચોટ નિકાલ લાવવા માટે બધાએ એક થવાની જરૂર છે. એવુ તેમને જણાવ્યુ. પાક. પ્રત્યે મને પ્રેમ છે, હુ છેલ્લા 44 વર્ષથી પોતાનો જીવ મુશ્કેલીમાં મુકીને દેશનુ રક્ષણ કરતો આવ્યો છુ, મારા મનમા અનેક વિચારો છે. મારે હવે દેશને ઘોડારેસના બજારથી બચાવવો છે. પોતાના ભાષણમાં તેમને અત્યંત ભાવુક થઈને પોતે રાજીનામુ આપે છે તેવુ જાહેર કર્યુ. રાજીનામુ આપ્યા બાદ હવે મુશર્રફ હવે સાઉદીઅરેબિયામાં આશરો લે તેવી શક્યતા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની નવી ગઠબંધન સરકાર મુશર્રફ સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવા આતુર હતી. તેમણે મુશર્રફને રાજીનામું આપવા પણ જણાવ્યુ હતુ, પણ મુશર્રફે સંસદમાં મહાભિયોગના પ્રસ્તાવનો સામનો કરી આજે દેશને સંબોધીને રાજીનામું આપ્યુ. હવે તે મહત્વનુ રહેશે કે પાકિસ્તાનમાં ચૂંટાયેલી સરકારનુ રાજ ચાલશે કે રાષ્ટ્રપતિનુ.