1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: શુક્રવાર, 15 ઑગસ્ટ 2008 (16:16 IST)

પયગંબર પરની નોવેલનું પ્રિન્ટીંગ રોકાયું

વિવાદાસ્પદ લેખક સલમાન રશ્દીની મોહમ્મદ પયગંબર અને તેમની પત્ની ઉપર લખવામાં આવેલી નવલકથાનું તેના પ્રકાશકે પ્રિન્ટીંગ અટકાવી દીધું છે. આ ઐતિહાસિક નવલકથાનું પ્રકાશન અટકાવી દેવાથી સલમાન રશ્દી નારાજ થયા છે.

મુસલમાનોની લાગણીને ઠેસ પહોચાડે તેવી નવલકથાને કારણે તેના પ્રકાશકે તેનું પ્રિન્ટીંગ રોકી દીધું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1989માં ધ સેટેનીક વર્સીસ નવલકથા લખવાને કારણે અયાતુલ્લા રૂહોલ્લા ખોમેનીએ રશ્દી વિરૂધ્ધ મોતનો ફતવો જાહેર કર્યો હતો.

રશ્દીએ પ્રકાશક રેન્ડમ હાઉસનાં નવલકથાનાં પ્રિન્ટીંગ રોકવાનાં નિર્ણય અંગે નિરાશા પ્રગટ કરી કહ્યું હતું કે પ્રકાશકે લેખકની લાગણી અને કલાનું સન્માન કરવું જોઈએ. તો પ્રકાશકનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે રશ્દીની લાગણીનું સન્માન કરીએ છીએ કે પણ નવલકથા પ્રકાશિત નહીં કરવાનાં નિર્ણય પર અમે કાયમ છીએ.