શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બાંગ્લાદેશ. , ગુરુવાર, 7 જુલાઈ 2016 (12:13 IST)

બાંગ્લાદેશમાં ઈદની નમાઝ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ, 2 પોલીસ કર્મચારીઓના મોત

બાંગ્લાદેશમાં આજે ઈદની નમાજ દરમિયાન બ્લાસ્ટ થવાના સમાચાર મળ્યા છે.  આ ધમાકામાં 2 પોલીસ કર્મચારીઓના મોત અને અન્ય 12 લોકો ઘાયલ થવાના સમાચાર છે.  મુઠભેડમાં એક આતંકવાદીનું મોત થયુ છે. 
 
આ ઘટના બાંગ્લાદેશના કિશોરગંજ જીલ્લામાં ઈદના સૌથી મોટા આયોજન દરમિયાન થઈ.  હુમલાનુ કારણ હજુ સુધી જાણ થઈ નથી. ઉલ્લેખનીય છે કે હુમલાના માત્ર 6 દિવસ પહેલા જ અહી ધમાકો થઈ ચુક્યો છે.  સમાચાર મુજબ આ બ્લાસ્ટ શોલકિયા ઈદગાહ મેદાનમાં થયો છે. હુમલાવર પાસેના જ ઘરમાં સંતાયેલ છે. પોલીસે સમગ્ર એરિયાને ઘેરી લીધો છે.