1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 18 ઑગસ્ટ 2008 (11:42 IST)

મુશર્રફ આજે રાજીનામું આપશે

પાકિસ્તાનની નવી ગઠબંધન સરકાર રાષ્ટ્રપ્રમુખ પરવેઝ મુશર્રફ વિરૂધ્ધ મહાભિયોગની તમામ કાર્યવાહી પૂર્ણ કરી લીધી છે. તેને કારણે મુશર્રફ આજે સત્તા પરથી રાજીનામું આપે તેવી શક્યતા છે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પાકિસ્તાનનાં રાષ્ટ્રપ્રમુખ કોઈપણ ક્ષણે રાજીનામું આપી દેશે. મુશર્રફનાં નજીકનાં સુત્રોનાં જણાવ્યામુજબ તેમણે રાજીનામું આપવાનું નક્કી કરી લીધું છે.

ગઠબંધન સરકાર સાથે વાતચીત કરી મુશર્રફે મહાભિયોગથી બચવાનો માર્ગ શોધી લીધો છે. જે મુજબ મુશર્રફ સોમવારે બપોરે 1 વાગે તેઓ રાષ્ટ્રને નામે પોતાનો સંદેશો આપશે. ત્યારબાદ રાવલપિંડી એરપોર્ટ પર એક ખાસ વિમાન તૈયાર રાખવામાં આવ્યું છે. જેમાં બેસીને મુશર્રફ દેશ છોડીને જતાં રહેશે. લગભગ તે સાઉદ્દી અરેબિયા જાય તેવી શક્યતા છે.