1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કરાકાસ , સોમવાર, 18 ઑગસ્ટ 2008 (12:21 IST)

વેનેઝુએલા ઉપગ્રહ પ્રક્ષેપિત કરશે- શાવેઝ

વેનેઝુએલાએ તેના ચીન સાથેનાં સંબંધોને વધુ મજબુત કરતાં તેનાં પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપિત કરવાનો નિર્ણય કર્યો છે. ક્રુડ ઓઈલની કમાણીથી માલામાલ થયેલા વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિ હ્યુગો શાવેઝએ એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

આ ઉપગ્રહએ ચીનમાં બનાવવામાં આવ્યો છે. જેને ચીનનાં દક્ષિણ-પશ્ચિમી પ્રાંત સિચુઆન ખાતેથી આકાશમાં છોડવામાં આવશે. આ ઉપગ્રહને 1 નવેમ્બરનાં રોજ છોડાશે.

શાવેઝે જણાવ્યું હતું કે વેનેઝુએલાનો ઉપગ્રહ લેટીન અમેરિકી દેશોનાં ઘણાં બધાં દેશોને આવરી લેશે. આ ઉપગ્રહ છોડ્યા બાદ વેનેઝુએલા ટેલીવીઝન, સંચાર સાધનો અને ઈન્ટરનેટ જેવી બાબતોમાં આત્મનિર્ભર થઈ જશે.