હમીમુલ્લાહ ટીટીપીનો નવો પ્રમુખ

હમીમુલ્લાહ બન્યો બૈતુલ્લાહનો અનુગામી

વાના| વાર્તા| Last Modified શનિવાર, 22 ઑગસ્ટ 2009 (17:13 IST)
પાકિસ્તાનમાં હકીમુલ્લાહ મહેસુદને આતંકવાદી જુથ તહરીકે (ટીટીપી)ના નવા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાત મૌલવી ફકીર મોહમ્મદે કરી છે કે જેણે બે દિવસ પૂર્વે પોતાને આ સંગઠનનો પ્રમુખ જાહેર કરી દીધો હતો.

પાકિસ્તાનની ટેલિવિઝન ચેનલ ઝીયો ન્યૂઝે ટીટીપીના પ્રૂર્વ પ્રમુખ મહેસુદના પ્રમુખ સહયોગી ફકીર મોહમ્મદના આધારે આ દાવો કર્યો છે કે બૈતુલ્લાહ હજુ જીવતો છે અને તે પોતાના જીવતા પોતાનો અનુગામી પસંદ કરવા ઇચ્છે છે.
મૌલવી ફકીર મોહમ્મદે કહ્યું કે તાલિબાનના 42 સભ્યો કબીલાઇ પંચાયત શૂરાએ હકીમુલ્લાહને ટીટીપીના નવા પ્રમુખ તથા આઝમ તારિકને આતંકવાદી સંગઠનના નવ્ પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે.


આ પણ વાંચો :