મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 25 જુલાઈ 2017 (10:22 IST)

પાકિસ્તાનના લાહોરમાં વિસ્ફોટ, 20ના મોત 30 લોકો ઘાયલ

પાકિસ્તાનના લાહોરમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં અત્યાર સુધી 20 લોકોના મોત અને 30 લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. પાકિસ્તાની મીડિયાના મતે, શહેરના અરફા કરીમ આઈટી ટૉવર નજીક વિસ્ફોટ થયો છે. ઘટનામાં ભોગ બનનાર 3 દંગા-રોધી પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે. ઘટનાસ્થળે પહોંચી ગયેલા સુરક્ષા કર્મચારીઓએ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને તપાસ શરૂ કરી છે. આ હુમલાની જવાબદારી હજુ કોઇ સંગઠને લીધી નથી.
 
ઘટના સ્થળે રાહતની ટીમ પહોંચી ગઈ છે અને આસપાસની હોસ્પિટલોમાં આપાતકાલીન પ્રબંધ કરવામાં આવ્યો છે. વિસ્ફોટ કેવી રીતે થયો, તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જે વિસ્તારમાં વિસ્ફોટ થયો છે, ત્યાંથી થોડે દૂર પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી શાહબાજ શરીફનું ઘર પણ છે.