શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ઈસ્લામાબાદ. , શનિવાર, 21 જાન્યુઆરી 2017 (13:45 IST)

પાકિસ્તાનની પારાચિનાર ઈદગાહ માર્કેટમાં બ્લાસ્ટ, 20ના મોત

પાકિસ્તાનમાં પારાચિનાર સ્થિત કુર્રમ એજંસીના ઈદગાહ માર્કેટમાં થયેલ આજે એક બ્લાસ્ટમાં 20 લોકોની મોત થયા જ્યારે કે 50 લોકો આ બ્લાસ્ટમાં ઘાયલ બતાવાય રહ્યા છે. આ બ્લાસ્ટ ઈદગાહ બજારની અંદર શાકમાર્કેટમાં એ સમયે થયો જ્યારે લોકો ફળ અને શાકભાજીની ખરીદી કરી રહ્યા હતા. 
 
પાકિસ્તાનના પારાચિનાર શહેરમાં થયેલ એક બોમ્બ ધમાકામાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.  અધિકારીઓનું કહેવુ છે કે બ્લાસ્ટમાં મરનારાઓની સંખ્યા વધી શકે છે. 
 
આ શહેર પાકિસ્તાનના ઉત્તરી પશ્ચિમી ભાગમાં આવેલ કુર્રમ જીલ્લાનુ મુખ્યાલય છે અને શિયા બહુલ વિસ્તાર છે. આ અફગાનિસ્તાનની સીમા સાથે જોડાયેલુ છે.