ગુરુવાર, 8 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 23 નવેમ્બર 2021 (11:46 IST)

Bulgaria Accident- બુલ્ગારિયામાં ભયાનક અકસ્માત, બસમાં ભીષણ આગ, બાળકો સહિત 45ના મોત

Bulgaria Accident
Bulgaria ના બોસ્નિયાક ગામથી સામે આવ્યું છે, જ્યાં એક બસ (Bus Fire) માં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આ આગ એ ભયાનક રૂપ ધારણ કર્યું અને આ અકસ્માતમાં ઘણા બાળકો સહિત ઓછામાં ઓછા 45 લોકો મૃત્યુ પામ્યા (45 Death). ઘટનાના સંબંધમાં પ્રાપ્ત માહિતી અનુસાર, બલ્ગેરિયાના પશ્ચિમ પ્રાંતમાં સવારે એક બસમાં ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ લગભગ 45 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. પશ્ચિમ બલ્ગેરિયાના બોસ્નેક ગામ નજીક એક બસમાં અચાનક આગ લાગવાથી ઘટનાસ્થળે પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 45 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આગમાં મૃત્યુ પામેલા લોકોમાં ઘણા બાળકો પણ હતા