ગણતંત્ર દિવસની પરેડમાં ભારતે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને આપ્યુ આમંત્રણ

trump
Last Modified શુક્રવાર, 13 જુલાઈ 2018 (11:59 IST)
જાન્યુઆરી 2019ની પરેડમાં ભારતના મુખ્ય મહેમાન અમેરીકી બની શકે છે ભારતે આ માટે ટ્રમ્પને આમંત્રણ આપ્યું છે. જો ભારત હજી અમેરીકાના જવાબની રાહ જોઇ રહ્યું છે. ટાઇમ્સ ઓફ ઇન્ડીયા રીપોર્ટ અનુસાર ભારતે અમેરીકાને આ આમંત્રણ એપ્રિલમાં મોકલ્યું છે જણાવાઇ રહ્યું
છે કે ટ્રમ્પ પ્રશાસન ભારતના આમંત્રણ પર વિચારી રહ્યું છે ભારતે અમેરીકાને બંન્ને દેશોની ઘણઈ રાજકીય ચર્ચાઓ પછી આમંત્રણ આપ્યું છે.

જો અમેરીકી રાષ્ટ્રપતિ ભારતનું આમંત્રણ સ્વીકારશે તો બંન્ને દેશોની વિદેશ નિતી માટે મોદી સરકારની એક મોટી સફળતા ગણાશે. આ યાત્રા દરમ્યાન બંને દેશોની વચ્ચે જે વચનો હશે, તે પહેલાં થયેલા ઓબામા યાત્રા કરતાં પણ વધુ નાટકીય હશે. આપને જણાવી દઇએ કે 2015ની સાલમાં થયેલ ગણતંત્ર દિવસ પરેડમાં તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા મોદી સરકારના પહેલાં મુખ્ય અતિથિ બન્યા હતા.
અત્યારે દુનિયાના દરેક મોટા દેશ માટે ટ્રમ્પ સાથે પોતાના સંબંધો સામાન્ય રાખવા માટે કોઇ પડકારથી કમ નથી. ટ્રમ્પનો ગરમ મિજાજ અને ચીડયાપણું દુવિયાના બીજા નેતાઓ માટે પડકારરૂપ છે. એવામાં જો ભારત કંઇક અલગ વિચારતું રહ્યું તો આ અપવાદ જ હશે.

ભારત અને અમેરિકાના સંબંધોમાં કેટલાંક પડકારો રહ્યાં છે. જેમકે બંને દેશોમાં વેપાર ડ્યુટી, ઇરાનની સાથે ભારતની ઉર્જા સંબંધિત અને ઐતિહાસિક સંબંધો પર અમેરિકાની નારાજગી અને ભારતના રૂસ સાથે S-400 મિસાલઇના રક્ષા કરારને લઇ અમેરિકાની ચિંતાઓ ખાસ રહી છે. જો કે આવી જ કેટલીક બાબતો ઓબામાના કાર્યકાળમાં પણ હતી.
મોદી સરકારને આશા છે કે અમેરિકા ભારતને ઇરાન સાથે સંબંધ રાખવા છતાંય કેટલીક છૂટ આપી શકે છે. ટ્રમ્પ પ્રશાસને એ દેશોને પ્રતિબંધની ધમકી આપી છે, જે દેશ ઇરાનથી ક્રૂડ તેલની આયાત કરી રહ્યો છે.


આ પણ વાંચો :