1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
  4. girl-discoverd-scaring-habbit-of-her-pet-python

વીડિયો - આ પાલતૂ અજગર રોજ રાત્રે મહિલાને લપેટાઈને સૂતો હતો..ડોક્ટરે હકીકત બતાવી તો મહિલાના ઉડી ગયા હોશ

પાલતૂ અજગર
એક મહિલા એવી પણ છે જેણે સાંપને મિત્ર બનાવ્યો. ઉલ્લેખનીય છે કે આ ઘટના યુવતીએ પોતે પોતાના ફેસબુક પર પોસ્ટ કરી છે. મહિલાએ જણાવ્યુ કે અજગર સાથે તે એ એટલી મિક્સ થઈ ગઈ કે તેણે પોતાના બેડ પર સુવડાવવા માંડી. 7 ફીટના વિશાળ અજગરને પાળનારી આ મહિલા રોજ રાત્રે પોતાના પાલતૂ અજગરને સાથે લપેટીને સૂતી હતી. આ મહિલા વિશે જેણે પણ સાંભળ્યુ તે વિચારમાં પડી ગયો. 
 
ધીરે ધીરે મહિલાના નિકટ આવવા માંડ્યો 
 
પણ થોડા દિવસ પછી અજગર મહિલાના વધુ નિકટ આવવા માંડ્યો અને તે મહિલાને વધુ જકડીને પકડવા લાગ્યો. તેણે ખાવા પીવાનુ પણ છોડી દીધુ.  મહિલા સાથે અજગરનુ વિચિત્ર વર્તન જ્યારે વધવા માંડ્યુ તો તે અજગરને જાનવરોના ડોક્ટર પાસે તે લઈ ગઈ.  મહિલાએ ડોક્ટરને બતાવ્યુ કે તેનો અજગર અનેક દિવસોથી કશુ ખાઈ રહ્યો નથી.  સાથે જ તે હવે પૂર્ણ લંબાઈથી જકડી રાખે છે.  આ સાંભળીને ડોક્ટરોને તરત સમજાઈ ગયુ કે શુ મામલો છે. 
 
જ્યારે ડોક્ટરે હકીકત જણાવી તો... 
 
ત્યારબાદ ડોક્ટરે જે વાત બતાવી તે સાભળીને મહિલાને તો જાણે પગ નીચેથી જમીન જ સરકી ગઈ. ડોક્ટરે જણાવ્યુ કે અજગરે ખાવા પીવાનુ એ માટે છોડી દીધુ છે કે તે મહિલાને પોતાનો ખોરાક બનાવવાની તૈયારી કરી રહ્યો છે. 
 
ડોક્ટરે જણાવ્યુ કે તેમનો પાલતૂ જાનવર તેને પ્રેમ નથી કરતો પણ તેને લપેટાઈને તેને સ્ટ્રેચ કરે છે. જેનાથી તેને એ અંદાજ આવી શકે કે તેની પોતાની લંબાઈ એટલી થઈ ગઈ છે કે તે મહિલાને સંપૂર્ણ ગળી શકે.  આ વાત જાણીને મહિલા અજગરને તરત જ પોતાના ઘરથી દૂર છોડી આવી. ઉલ્લેખનીય છે કે આ ઘટના મહિલાએ પોતાના ફેસબુક પર પોસ્ટ કરી છે.  
આગળનો લેખ
આજે જન્મદિવસ પર Shankar Singh Vaghela શુ કોંગ્રેસ છોડવાનું એલાન કરશે ? સૌની નજર આજની તેમની પ્રેસ કોન્ફરેંસ પર