શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 27 જુલાઈ 2018 (09:13 IST)

શાનદાર જીત પછી વિદેશ નીતિ પર બોલ્યા ઈમરાન, ચીન-ઈરાન અને સઉદી અમારા ખાસ મિત્ર

પાકિસ્તાન ચૂંટણીમાં જીત સાથે જ ઈમરાન ખાને પોતાની વિદેશ નીતિને લઈને સંકેત આપવા શરૂ કરી દીધા છે. ભારતને લઈને તેમણે સારા સંબંધોની કોશિશની વાત જરૂર કરી. પણ પહેલા જ દિવસે સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ ચીનના વિશેષ મિત્ર છે. તેમણે જીત પછી મીડિયા કૉન્ફ્રેંસમાં પોતાની વિદેશ નીતિને લઈને દ્રષ્ટિકોણ સ્પષ્ટ કર્યો. ખાને કહ્યુ કે તેમની સરકાર ચીન, સઉદી અરબ અને ઈરાન સાથે મજબૂત સંબંધોની દિશામાં આગળ વધશે.  સાથે જ અમેરિકા સાથે ખરાબ સંબંધોને લઈને તેમને સંકેત આપ્યા છે કે તેને સુધારવી તેમની પ્રાથમિકતામાં નથી. 
ઇમરાન ખાને કહ્યું કે કોઇ પણ દેશને શાંતિની જરૂર નથી એટલી પાકિસ્તાનને છે. જો કે તેમણે સ્પષ્ટતા કરી દીધી છે કે મુલ્કમાં શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનને અમેરિકાની જરૂર નથી. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો પર ખાને કહ્યું કે અમે અમેરિકાની સાથે શ્રેષ્ઠ સંબંધોની આશા વ્યક્ત કરીએ છીએ, પરંતુ આ એકતરફી હોઇ શકે નહીં.
 
ઇમરાને આ સાથે કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું.ઇમરાન ખાને કહ્યું કે, ભારતીય સૈન્ય કાશ્મીરમાં માનવઅધિકારોનો ઉલ્લંઘન કરી રહ્યું છે. સાથે ઇમરાન ખાને કહ્યું હતું કે, પાકિસ્તાન હિન્દુસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે. બંન્ને દેશોએ વાતચીતથી તમામ મુદ્દાઓનો ઉકેલ લાવવો જોઇએ. પાકિસ્તાન ભારત સાથે સંબંધો સુધારવા માટે તૈયાર છે. જો ભારત સરકાર એક ડગલુ આગળ વધશે તો પાકિસ્તાન બે ડગલુ આગળ વધારશે. હિન્દુસ્તાની મીડિયાએ મને બોલિવૂડ ફિલ્મનો વિલન બનાવી દીધો છે.
 
પોતાની વિદેશ નીતિમાં ચીનને પ્રાથમિકતા આપવા પર જોર આપતા તેમણે કહ્યું કે ચીનની સાથે સંબંધો બંને મુલ્કો માટે અગત્યના છે. તેમણે કહ્યું કે ચીને ચાઇના-પાકિસ્તાન ઇકૉનોમિક કોરિડોર નિર્માણની સાથે અમને એક તક આપી છે. આપણે ચીન પાસેથી હજુ એ પણ શીખવાનું છે કે કેવી રીતે પોતાના દેશના લોકોને ગરીબીમાંથી બહાર નીકાળવાના છે અને કેવી રીતે ભ્રષ્ટાચારમાંથી છુટકારો મેળવવો. ખાને સ્પષ્ટ કહ્યું કે ચીનની સાથે પોતાના સંબંધ મજબૂત બનાવાને પ્રાથમિકતા બતાવી.
 
સાઉદી અરબને પાકિસ્તાનના જૂના સાથી બતાવાત તેમણે કહ્યું કે અમારા મુશ્કેલ સમયમાં પણ સાઉદીનો સાથ છોડયો નથી. પીટીઆઈ પાર્ટીના પ્રમુખે કહ્યું કે અમે સાઉદીની સાથે સંબંધોને અને પ્રગાઢ બનાવાની કોશિષ કરશે અને તેની આંતરિક સમસ્યાને ઉકેલવામાં પોતાની તરફથી દરેક શકય કોશિષ કરશે. તાલિબાનની સાથે વાતચીતની વકાલત કરવા અને કથિત ઝુકાવ માટે આલોચકોના નિશાના પર રહેલા ઇમરાન ખાને કહ્યું કે અફઘાનિસ્તાન બોર્ડરને ખુલી રાખવા અને શાંતિપૂર્ણ વાર્તા આજે પણ પ્રાથમિકતા છે.